જયપુરઃ રાજસ્થાનમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે, શનિવારે સવાર સધી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર 19 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ રાજસ્થાનનો કુલ આંકડો 198 પર પહોંચ્યો છે. પ્રદેશમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે.
કોરોના ટ્રેકરઃ રાજસ્થાનમાં કોરોનાના 198 કેસ પોઝિટિવ - રાજસ્થાનમાં કોરોના વાઇરસ
રાજસ્થાનમાં કોરોના વાઇરસના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે પ્રદેશમાં 19 નવા કેસ સામે આવ્યા હતા, જે બાદ હવે પ્રદેશમાં પોઝિટીવ દર્દીન સંખ્યા 198 થઇ છે.
ચિકિત્સા વિભાગે જણાવ્યું કે, સવારે 17 નવા કેસ સામે આવ્યા હતા. જોધપુરમાંથી 7 નવા કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. કુલ કેસમાં 8 કેસ તબલીગી જમાતથી જોડાયેલા છે. અત્યાર સુધીમાં પ્રદેશમાં 41 તબલીગી જમાતીથી જોડાયેલા પોઝિટિવનો એક કેસ બીકાનેરથી સામે આવ્યો છે. જો કે, બીકાનેરથી પોઝિટિવ 60 વર્ષી મહિલાનું શનિવારે સવારે મોત પણ થયું છે.
આ ઉપરાંત હવે રાજસ્થાનના 33 જિલ્લાઓમાં કોરોના વાઇરસે દસ્તક આપી છે. આંકડાની જો વાત કરીએ તો પ્રદેશમાં ભીલવાડાથી 27, જૂંજૂનથી 15, જયપુરથી 55, પાલીથી 1, પ્રતાપગઢથી 2, સીકરથી 1, જોધપુરથી 17, ઇરાનથી આવેલા ભારતીયના 27 જેવા કેસ સામે આવ્યા છે.