દેહરાદૂન: ઉત્તરાખંડ રાજયમાં કોરોના વાઇરસનો ફેલાવો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. નૈનીતાલમાં એક જ દિવસમાં 227 લોકો કોરોનાના ભરડામાં આવી ગયા છે. જિલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 456 થઇ છે, જ્યારે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,030 પર પહોંચી છે. આ સાથે અત્યાર સુધી 102 દર્દીઓ કોરોનાને માત છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ઉત્તરાખંડમાં કોરોના વાઇરસ પોઝિટિવ કેસનો આંકડો 1 હજારને પાર - ઉત્તરાખંડમાં કોરોના વાયરસના કેસ
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લીધું છે. આ ઉપરાંત દિન-પ્રતિદિન કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે નૈનીતાલમાં એક જ દિવસમાં કોરોના વાઇરસના 227 નવા કેસ નોંધાયા છે. જેથી ઉત્તરાખંડમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 1,030 પર પહોંચ્યો છે.
ઉત્તરાખંડમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 1 હજારને પાર
આ અગાઉ દેહરાદૂનમાં 24, હરિદ્વારમાં 15, પૌડીમાં 6, રુદ્રપ્રયાગમાં 1 અને ઉત્તરકાશીમાં 6 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા.