નવી દિલ્હીઃ એઇમ્સમાં ગુરુવારે વધુ પાંચ આરોગ્ય કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેમાં ત્રણ ડૉક્ટર પર શામેલ છે.
દિલ્હી AIIMSમાં વધુ પાંચ આરોગ્યકર્મી કોરોના પોઝિટિવ - Department of Heart Disease
દિલ્હી AIIMSમાં ગુરુવારે વધુ પાંચ આરોગ્યકર્મીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં ત્રણ ડૉક્ટર પર શામેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારે એઇમ્સમાં હાર્ટ ડિસીઝ વિભાગના એક સિનિયર ડોકટર અને નેત્ર ચિકિત્સા વિભાગના વરિષ્ઠ ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય એનેસ્થેસિયા વિભાગના પણ એક ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત મેસ કર્મચારી સહીત વધુ ત્રણ કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી તેમના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓની તપાસ કરવામાં આવી રહી છે.
એઇમ્સમાં હવે કોરોના ચેપગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા 200 કરતા પણ વધુ થઇ ગઇ છે. જેમાં આશરે 50 સુરક્ષા જવાનોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી એઇમ્સના બે આરોગ્ય કર્મચારીઓ ચેપને કારણે મૃત્યું પણ પામ્યા છે. બુધવારે ડો. બી આર આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ રોટરી કેન્સર હોસ્પિટલના સર્જરી વિભાગના બે ડોકટરને પણ કોરોના ચેપ લાગ્યો છે.