નવી દિલ્હીઃ દિલ્હીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના (CRPF) વધુ 15 જવાનોમાં કોરોના પોઝિટિવ જણાયો છે. જેમાં 1 સહાયક સબ-ઇન્સ્પેક્ટર અને 4 હેડ કોન્સ્ટેબલ્સનો સમાવેશ થાય છે.
દિલ્હીમાં CRPFના વધુ 15 જવાનોને થયો કોરોના પોઝિટિવ - Corona Delhi
દિલ્હીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના (CRPF) વધુ 15 જવાનોમાં કોરોના પોઝિટિવ જણાયો છે. જેમાં 1 સહાયક સબ-ઇન્સ્પેક્ટર અને 4 હેડ કોન્સ્ટેબલ્સનો સમાવેશ થાય છે.
દિલ્હીમાં CRPFના વધુ 15 જવાનોને થયો કોરોના
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસના કારણે અત્યાર સુધીમાં 824 લોકોના મોત થયા છે. તેમજ કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 26 હજારથી વધુ થઇ ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં કોરોના વાઇરસની સારવાર લઇ રહેલા લોકોની સંખ્યા 19,868 છે, જ્યારે 5,804 લોકો સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચેપગ્રસ્ત લોકોની કુલ સ્ખ્યામાં 77 વિદેશી લોકો પણ સામેલ છે.