કર્ણાટકઃ 76 વર્ષીય મુહમ્મદ હુસેન કે જે કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી હતો, જે મૃત્યુ પામ્યો છે. ગત 29મી ફેબ્રુઆરીના રોજ દુબઈથી ભારત પરત ફર્યો હતો. તેને GIMS હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી.
કર્ણાટકના કાલબુર્ગીંંમાં એકનું મોત, કોરોનાના કારણે મોત થયાની આશંકા - રદિયો
કોવિડ-19ના કારણે કલબુર્ગીના 76 વર્ષીય વ્યક્તિની મૃત્યુ થયું છે, તેવી અફવા મીડિયામાં ફેલાઈ છે. આ અફવાઓને રાજ્ય હેલ્થ કમિશ્નરે રદિયો આપ્યો હતો. આરોગ્ય કમિશનરે જણાવ્યું કે, કોવિડ-19ના કારણે આ વ્યક્તિનું મોત થયું છે કે કેમ?, તેનો નમૂના એકત્રિત કરીને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. મીડિયાને જાગૃતિ ફેલાવવા માટે મદદ કરવા વિનંતી કરી છે, જાગૃતિ કેળવવા અને ગભરાઈ ન જવા સરકારની અપીલ છે.
કાલબુર્ગીંંમાં એકનું મોત, કોરોના વાયરસના કારણે મોત થયાની આશંકા
આ સારવાર બાદ રજા આપવા તેને વધુ સારવાર માટે હૈદરાબાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ તે કલબુર્ગી પાછો જતો રહ્યો હતો. મુહમ્મદ હુસૈનને કફ અને તાવ હતો, જે કારણે ગળાના પ્રવાહીના નમૂનાને તપાસ માટે બેંગ્લોર મોકલવામાં આવ્યાં હતાં. જેનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં મળી જશે. રિપોર્ટ મળ્યા પછી, તેનું મોત કોરોના વાયરસથી થયું છે કે, ઉંમરના સંબંધિત રોગના કારણે થયું છે, તે અંગે સ્પષ્ટતા થશે.
Last Updated : Mar 11, 2020, 3:29 PM IST