ઉદયપુર : દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેના પગલે લડાઇ લડવા માટે લોકો આગળ આવી રહ્યા છે. જણાવી દઇ એ કે જયપુરમાં એક ડોક્ટરનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે ડોક્ટર ગીત ગાઇને કોરોનાથી સંક્રમિત દર્દીની હિંમત વધારી હતી. જ્યારે ઉદયપુરમાં એક પોલીસ અધીકારીએ ગીત ગાઇને લોકોને કોરોનાથી સતર્ક રહેવા માટે જાગૃત કર્યા હતા.
રાજસ્થાનમાં કોરોના સામે લડવા અને લોકોમાં જાગૃતતા લઇ આવવા પોલીસ અધીકારીએ અપનાવી અનોખી રીત
કોરોના સામે જંગ જીતવા માટે કોરોના વોરિયર્સ આગળ આવ્યા છે. તે વોરિયર્સ લોકોની સેવા સાથે લોકોને જાગૃત પણ કરે છે. આ વચ્ચે જિલ્લાના એક પોલીસ અધીકારીએ ગીત ગાઇને લોકોને કોરોનાથી બચાવવા માટે જાગૃત કર્યા હતા. આ તકે લોકોએ ગીત સાંભળી અને તાળીઓ પાડી અને પોલીસ અધીકારીનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોરોના સામે લડવા અને લોકોમાં જાગૃતતા લઇ આવવા પોલીસ અધીકારીએ અપનાવી અનોખી રીત
જિલ્લાના પોલીસ અધિકારીએ કોરોના વાઇરસથી બચવા જાગૃતતા ગીત ગાયુ હતુ. આ પોલીસ અધિકારીએ આ મહામારીથી બચવા પોતે ગીત ગાયુ હતુ. આ સાથે તે દરેક વિસ્તારમાં પહોંચી અને ગીત ગાઇ રહ્યા છે. આ સાથે ગામ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે. આ વચ્ચે લોકોએ પોલીસ અધીકારીઓનું તાળીઓ પાડી અને આભાર વ્યક્ત કર્યો હતો.