જયપુરઃ વકરી રહેલા જીવલેણ કોરોના વાઈરસના સંકટમાં પણ પોતાનો જીવમ જોખમમાં લોકની સેવા કરનાર પોલીકર્મીઓ આ વાઈરસનો ભોગ બની રહ્યાં છે. માણેક ચોક પોલીસ મથકમાં તૈનાત 42 વર્ષીય કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવ આવ્યો છે. તે રામગંજ ક્ષેત્રમાં ડોર ટૂ ડોર સ્ક્રિનિંગ કરનાર મેડીકલ ટીમ સાથે ફરજ બજાવતા હતા. જેથી તેઓ પણ આ વાઈરસ ભોગ બન્યા છે.
જયપુરમાં પોલીસર્મીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ - લોકડાઉન ન્યૂઝ
રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે પોલીસકર્મીઓ પણ આ જીવલેણ વાઈસનો ભોગ બની રહ્યાં છે. પોઝિટિવ આવનાર પોલીસકર્મીને તાત્કાલિક આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
Jaipur
આ વાતની જાણ થતાં પોલીસબેડામાં હડકંપ મચી છે. સાથે તમામ પોલીસકર્મીઓ પણ સતર્કતા રાખવા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં તૈનાત પોલીસકર્મીઓ ખાસ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે. સાથે તેમની મેડિકલ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.