દેહરાદુન : દેશમાં મરકજથી આવેલા જમાતીઓની ભુલના કારણે કોરાનનું સંક્રમણ દેશમાં ફેલાઇ રહ્યુ છે. એટલુ જ માત્ર નહીં જમાતીઓના કારણે ઉત્તરાખંડથી પણ ત્રાસદાયક સમાચાર સામે આવ્યા છે. જેમાં દેહરાદુન મેડિકલ કોલેજથી જ કોરોનાથી સંક્રમિત હોવાના કેસ સામે આવ્યા છે. જોવા મળ્યું છે કે પોલીસની કડકાઇ બાદ લોકોમાં સુધાર આવ્યો છે.
જમાતીઓનો ત્રાસ : હોસ્પિટલમાં જમાતીઓ માગી રહ્યા છે 25 રોટલી અને ચા - હોસ્પિટલ
દેશ આ સમયે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. તેવા સંકટ વચ્ચે ખભે ખભા મેળવી સાથે ચાલવાને બદલે કેટલાક લોકો દેશ અને સમાજ માટે મુશ્કેલ રૂપ બનતા હોય છે. મરકજથી આવેલા તબલીઘી જમાતના લોકો ઉત્તરાખંડની હોસ્પિટલમાં સ્ટાફ અને કર્મીઓ પર ત્રાસરૂપી બન્યા છે.
ઉલ્લેખનિય છે કે, તબલીઘી જમાતમાં એકઠા થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં આ લોકોએ હોસ્પિટલના કર્મીઓમાં પણ મુશ્કેલી ઉભી કરી છે. આ લોકો હોસ્પિટલમાં 20થી 25 રોટલીઓ માગે છે. આ સાથે ગ્લાસમાં ચા માગી રહ્યા છે. જમાતીઓના કારણે ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણના કેસ 7થી વધી 22 થયા છે. આ ઉપરાંત જમાતીઓ તંત્રને જાણકારી આપતા નથી અને છુપી રીતે ગામમાં જઇ રહ્યા છે. જેના કારણે કોરોનાનું સંક્રમણ પણ ફેલાઇ રહ્યું છે.
હકીકતમાં, મેડીકલ હોસ્પિટલમાં મરકજથી આવેલા કોરોના સંક્રમિત લોકોને રાખવામાં આવ્યા છે. જાણકારી મળી છે કે તે લોકો જમવામાં પણ એક બીજા સાથે ખેચા ખેચી કરી રહ્યા છે. એટલુ જ માત્ર નહીં, તે લોકો સ્વાસ્થ્ય કર્મીઓ સાથે પણ ગેરવર્તણુક કરી રહ્યા છે. આ લોકો ક્વોરોન્ટાઇન સમયે પણ એક બીજાથી દુરી રાખતા નથી અને કોઇ પણ જગ્યાએ થુંકી રહ્યા છે. આ ઉપરાંત ડોક્ટરે આપેલી સલાહનું પાલન નથી કરતા.