ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - કોરાના તાજા સમાચાર

ગુરુગ્રામના માનેસરમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં કામ કરતા કર્મચારી કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. આ પ્લાન્ટમાં 12 મેથી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

મરુતિ સુઝુકીના પ્લાન્ટમાં કામ કરતા  મજુરોને કોરોના પોઝિટિવ જોવા મળ્યો
મરુતિ સુઝુકીના પ્લાન્ટમાં કામ કરતા મજુરોને કોરોના પોઝિટિવ જોવા મળ્યો

By

Published : May 24, 2020, 11:44 AM IST

ગુરુગ્રામ: સાયબર સિટીમાં કોરોના કેસ થોભવાનુ નામ નથી લેતો. તે જ સમયે લોકડાઉનના ચોથા તબક્કામાં ઘણી છૂટ આપ્યા પછી, કોરોના કેસોમાં વધારો થયો છે. હવે માનેસરના મારુતિ સુઝુકી પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોએ બહાર આવ્યું છે કે, આ વ્યક્તિ દિલ્હીનો રહેવાસી છે. કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલા બાકીના કર્મચારીઓને અલગ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે ભૂતકાળમાં પણ મારુતિ સુઝુકીના એચઆર વિભાગમાં કામ કરતો કર્મચારી કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details