ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની LNJPમાં મેદસ્વિતાનો શિકાર બનેલા 30 ટકા લોકો કોરોનાની ઝપેટમાં... - nationalnews

અનિયમિત જીવનશૈલીની નકારાત્મક અસરોને કારણે મેદસ્વિતા ગંભીર રીતે વિકાસ પામી રહી છે. મેદસ્વિતાએ અમીર અને ગરીબ બન્નેને અસર કરતી બીમારી છે. મેદસ્વિતા, વ્યક્તિને અનેક રોગોના ભોગી બનાવે છે. ત્યારે દિલ્હીની LNJP હોસ્પિટલમાં કોરોનાના 30 ટકા દર્દીઓ મેદસ્વિતાનો શિકાર છે.

obese
obese

By

Published : Jul 29, 2020, 3:26 PM IST

નવી દિલ્હી : કોરોના વાઈરસને લઈ જાણકારી અનુસાર આ કોરોના વાઈરસ બાળકો, વુદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બીમાર વ્યકતિઓ જલ્દી કોરોનાની ઝપેટમાં આવે છે, પરંતુ હવે નવી જાણકારી સામે આવી છે. જે અનુસાર મેદસ્વિતા લોકો કોરોનાના નિશાન પર છે. કોરોનાના હવે મેદસ્વિતા લોકોને શિકાર બનાવી રહ્યો છે.

  • LNJPમાં કોરોનાના 30 ટકા દર્દીઓ મેદસ્વિત છે

દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં અંદાજે 412 કોરોના વાઈરસના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 59 વેન્ટિલેટર પર છે. કુલ દર્દીઓમાંથી 30 ટકા એટલે કે, 123 દર્દીઓ ભારે વજન અને મેદસ્વિત છે. દર્દીઓની સારવાર માટે ડૉકટરોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે, કોવિડ દર્દીઓ મેદસ્વિતા એક મોટી સમસ્યા છે.

જેના કારણે સમસ્યા પણ આવે છે. કારણ કે,મેદસ્વિતા લોકો પહેલાથી જ કેટલીક બિમારીઓની ઝપેટમાં આવેલા હોય છે. વ્યકતિને મેદસ્વિતા થઈ જાય છે જેના કારણે તેમનું વજન સતત વધતું રહે છે. જેનાથી બિમારી આવવનો મોટો ખતરો રહે છે. હોસ્પિટલના ડોક્ટર્સ ખાસ ધ્યાન આપી રહ્યા છે, પરંતુ મેદસ્વિતા લોકોમાં કોરોના વાઈરસનો વધુ ખતરો મંડરાય છે.

ડૉકટરના જણાવ્યા મુજબ મેદસ્વિત દર્દીઓ હાઈપોવેટિલેશન સિંડ્રોમ પણ જોવા મળે છે. જેને શ્વાસ લેવાની તકલીફ હોય છે. જે લોકોને બ્લડમાં ઑક્સીજનની કમી હોય છે અને કાર્બન ડાઈઓક્સાઈડની માત્રા વઘી જાય છે. જેનાથી પિકવિકિયન સિંડ્રોમના રુપમાં જાણીતા છે. આવા વ્યકતિઓનું મોત થવાનો ભય વધુ રહે છે. જેના માટે કાળજી રાખી દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details