નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે ભારત સરકારે બીજા ત્રણ દેશોના નાગરિકોને ભારતમાં પ્રવેશવા પર અસ્થાઇ રૂપથી રોક લગાવી છે, જેમાં ફ્રાંસ, જર્મની અને સ્પેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્રાંસ, જર્મની અને સ્પેનથી આવનાર લોકોના ઇ-વિઝા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને ભારતમાં હજી સુધી પ્રવેશ કર્યો નથી.
કોરોના ઇફેક્ટઃ ભારતમાં ફ્રાંસ, જર્મની અને સ્પેનના નાગરિકો પર પ્રતિબંધ, વિઝા કર્યા રદ - વીજા અસ્થાઇ રૂપથી રદ કરાયા
વિદેશમાં કોરોના વાયરસના કારણે લોકોના મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વાયરસના સંક્રમણથી બચવા માટે ભારત સરકારએ મોટા ભાગના દેશોના લોકોને ભારતમાં આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
ઇમિગ્રેશન બ્યૂરો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ભારતમાં અત્યાર સુધી પ્રવેશ નહીં કરનાર ફાંસ, જર્મની અને સ્પેનના લોકોના જેમના નિયમિત અને ઇ-વિઝા અત્યાર સુધી આપવામાં આવ્યાં છે, પણ હવે ભારતે આ ત્રણ દેશના નાગરિકોના વિઝા રદ કરી દીધા છે.
મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના સંક્રમણમાં 55 લોકો આવી ચૂક્યા છે, જેમાં ઇટલીના 16 લોકો સામેલ છે, કેરળના પથનમથિટ્ટા, મહારાષ્ટ્રના પુણે, પંજાબના હોશિયારપુર અને કર્ણાટકના બેંગલૂરૂમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યાં છે, પુણેમાં બે લોકો કોરોનાથી સંક્રમિત છે, જ્યારે પંજાબ અને બેંગલૂરૂમાં એક-એક લોકો કોરોનાનો ચેપ લાગ્યો છે.