મુંબઈ: બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના (BMC) કમિશનરે જણાવ્યું છે કે, કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહો કોઈ પણ ધર્મના હોય એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે. એમને દફનાવવાની મંજૂરી અપાશે નહીં. તેના અંતિમ સંસ્કારમાં ફક્ત પાંચ લોકો જ શામેલ હશે.
કોરોના સંક્રમિત મૃતદેહને દફનાવવાની મંજૂરી આપવી નહીં: BMC - etv bharat news
બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના (BMC) કમિશનરે જણાવ્યું છે કે, કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહો કોઈ પણ ધર્મના હોય એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે. એમને દફનાવવાની મંજૂરી અપાશે નહીં.

કોરોના સંક્રમિત મૃતદેહને દફનાવાની મંજૂરી આપવી નહિઃ બીએમસી
એવું માનવામાં આવે છે કે, મૃતદેહને દફનાવવાથી બીજાને સંક્રમણ થવાની સંભાવના રહે છે. આથી સંક્રમણ અટકાવવા માટે મૃતદેહ સળગાવવો એ જ એક રસ્તો છે. તેમણે માહિતી આપતા કહ્યું કે, કોરોના વાઈરસના દર્દીઓના તમામ મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવા જોઈએ. તેમને દફન કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. પાંચથી વધુ લોકોએ અંતિમ વિધિમાં ભાગ લેવો જોઈએ નહીં.
વધુમાં તેમણે કહ્યું હતું કે, જો કોઈ મૃતદેહને દફન કરવા માટે આગ્રહ કરશે તો મૃતદેહને મુંબઇ શહેરના અધિકાર ક્ષેત્રની બહાર દફનાવવાની જ મંજૂરી આપવામાં આવશે.