નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાયલયે માહિતી આપી કે, સમગ્ર દેશમાં કોવિડ-19ના કેસની સંખ્યા વધીને 1,834 થઇ છે, જ્યારે મરનારા લોકોનો આંક 41 થયો છે.
મંત્રાલયે કહ્યું કે, કોવિડ-19ના 1,649 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 143 દર્દીએ કોરોનાને માત આપી છે.
સાંજે સાડા 7 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ, મોતના 3 નવા કેસ સામે આવ્યા છે, જેમાં એક મોત પશ્ચિમ બંગાળ અને 2 ઉત્તર પ્રદેશમાં છે.
બુધવારે રાત્રિ સુધી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 9 લોકોનાં મોત થયાં હતાં, ત્યારબાદ ગુજરાત 6, કર્ણાટક 3, મધ્ય પ્રદેશ 3, પંજાબ 3, તેલંગણા 3, પશ્ચિમ બંગાળ 3, દિલ્હી 2, જમ્મુ-કાશ્મીર 2, ઉત્તર પ્રદેશ 2 અને કેરલમાં 2 લોકોનાં મોત થયાં છે.
દેશમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે, ત્યાં સંક્રમિતોની સંખ્યા 302 પહોંચી છે, જ્યારે કેરલમાં 241 અને તમિલનાડુમાં 234 લોકો સંક્રમિત છે.
દિલ્હીમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 152 થઇ છે.
અંદમાન અને નિકોબાર દ્વીર સમૂહથી 10 કેસ સામે આવ્યા છે. છત્તીસગઢમાં 9, જ્યારે ઉત્તરાખંડમાં અત્યારસુધી 7 કેસ સામે આવ્યા છે.
ગોવામાં કોરોના વાઇરસના 5 કેસ સામે આવ્યા છે. ઓડિશામાં 4, જ્યારે પોંડીચેરી અને હિમાચલ પ્રદેશમાં 3-3 કેસ નોંધાયા છે. આસામ, ઝારખંડ, મિઝોરમ અને મણિપુરમાં 1-1 કેસ સામે આવ્યાના સમાચાર છે.
આસામની સ્થિતિ