- દિલ્હીમાં ફરી વકર્યો કોરોના
- દિલ્હીમાં કોરોનાના કેસ 5 લાખને પાર
- 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 131 ના મોત
- કોરનાથી 1.58 ટકા છે મૃત્યુદર
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં સતત વધુ સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે અને આ સંખ્યા વધીને હે 5 લાખને પાર થઇ છે, તો કોરનાથી મોતના કેસમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે રાત્રે દિલ્હી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7486 નવા કેસ સામે આવ્યા છે. આજના વધારા બાદ દિલ્હીમાં કોરોના સંક્રમણનો આંકડો 5 લાખ 3 હજાર 84 પર પહોંચ્યો છે.
24 કલાકમાં 131 ના મોત
દિલ્હીમાં અત્યારે કોરોના સંક્રમણનો દર 12.03 ટકા છે. અત્યાર સુધીના કુલ આંકડા અનુસાર સંક્રમણનો દર 9 ટકા પર પહોંચ્યો છે, તો કોરોનાથી મોતના કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જ 131 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. દિલ્હીમાં કોરોનાથી મોતની કુલ સંખ્યા 7943 થયો છે.