નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. જેમાં મંગળવારના દિવસે જ 206 કેસ સામે આવ્યા હતા. જેને લઇને માત્ર ત્રણ દિવસમાં જ સંક્રમિતોની સંખ્યા 1000ને પાર પહોંચી છે. સોમવારના રોજ 349 કેસ સામે આવ્યા હતા. જ્યારે રવિવારે 427 કેસ સામે આવ્યા હતા.
દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા પહોંચી 5000ને પાર, મૃત્યુદર ઘટીને 1.25 ટકાએ પહોંચ્યો
રાજધાની દિલ્હીમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. જેમાં મંગળવારના દિવસે જ માત્ર 206 કેસ સામે આવ્યા હતા. જેના પગલે માત્ર ત્રણ દિવસમાં જ દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 1000ને પાર પહોંચી છે.
મંગળવારે સામે આવેલા નવા 206 કેસ સાથે દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 5104 પર પહોચી ચૂકી છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં એક વાત સારી સામે આવી છે કે કોઇ પણ દર્દીની મોત થઇ નથી. 2 મે ના રોજ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 64 લોકોના મોત નિપજ્યા છે. તેમાં પણ જો મહત્વની વાત કરવામાં આવે તો મૃત્યુદરો ઘટીને 1.25 ટકાએ પહોંચ્યો છે.
આ તકે જો દિલ્હીમાં સંક્રમિત દર્દીઓના સુધારાની વાત કરવામાં આવે તો 1468 દર્દીઓમાં સુધાર આવતા ઘરે પરત ફર્યા છે. જેના પગલે રાજધાનીમાં કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 3572 પર પહોંચી છે.