નવી દિલ્હીઃ કોરોના વાઈરસના કારણે જેલના કેદીઓની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. 2019ના ડિસેમ્બર મહીનામાં જેલના કેદીઓની સંખ્યા 18,000 હતી. જે હાલ ઘટીને 13 હજાર થઈ ગઈ છે.
ક્ષમતા કરતાં વધુ કેદીઓને જેલમાં રખાયા હતા
જેલમાંથી મળેલી જાણકારી અનુસાર, સમયની સાથે કેદીઓની સંખ્યામાં આનાથી પણ વધારે ઘટાડો થઈ શકે છે. કારણ કે, કોરોના સંક્રમણની અસર સતત વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, તિહાડ જેલાં 10 હજાર કેદીઓને રાખવાની ક્ષમતા છે. પરંતુ ડિસેમ્બર મહિનામાં જેલમાં 18000થી વધુ કેદી હતા. જેને લઈને જેલ પ્રશાસન ખૂબ ચિંતામાં હતું.