આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 44 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 647 પર પહોંચી છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ કુર્ણુલ જિલ્લામાં 26, કૃષ્ણામાં 6, પૂર્વ ગોદાવરીમાં 5, ગુંટુરમાં 3, અનંતપુરમાં 3 અને વિશાખાપટ્ટનમમાં 1 કેસ નોંધાયો છે.
આંધ્રપ્રદેશમાં કોરોના પોઝિટિવની સંખ્યા 647 પર પહોંચી - CORONA CASES RISES IN DELHI
આંધ્રપ્રદેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 44 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 647 પર પહોંચી છે.
ANDHRA PRADESH
હાલમાં રાજ્યભરની હોસ્પિટલમાં 565 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. કુર્ણુલ જિલ્લામાં કરોના વાઈરસથી એક વ્યક્તિનું મોત થયું છે અને આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 17 થયો છે. ગત 24 કલાકમાં 23 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.