ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 508 નવા કેસ, કુલ સંખ્યા 13418 - દિલ્હીમાં કોરોનાની સંખ્યા

દિલ્હીમાં કોરોના સંક્રમણોની વધતી સંખ્યા 13 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 508 નવા કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાને કારણે 261 લોકોનાં મોત નીપજ્યાં છે.

દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોના 508 નવા કેસ, કુલ સંખ્યા 13418
દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોના 508 નવા કેસ, કુલ સંખ્યા 13418

By

Published : May 24, 2020, 7:23 PM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 508 નવા કેસ નોંધાયા છે. આ વધારા સાથે હવે દિલ્હીમાં કોરોના ચેપનો આંકડો 13 હજારને પાર કરી 13,418 પર પહોંચી ગયો છે. ચેપગ્રસ્ત લોકોની વધતી સંખ્યાની સાથે, દિલ્હીમાં કોરોનાને કારણે થતા મૃત્યુનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીના કોરોનાથી મૃત્યુના 30 કેસ નોંધાયા છે.

દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કોઈનું મોત નીપજ્યું નથી. આ એવા કેસો છે જેમાં દર્દીનું અગાઉ મોત નીપજ્યું હતું, પરંતુ ડેથ ઓડિટ કમિટીને ગઈકાલે હોસ્પિટલો દ્વારા મૃત્યુનો સારાંશ આપવામાં આવ્યો હતો. દિલ્હીમાં કોરોનાને કારણે મૃત્યુઆંક વધીને 261 થયો છે.

દિલ્હીના લોકો પણ સતત કોરોનાથી સ્વસ્થ્ય થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, દિલ્હીના કોરોનાથી 273 લોકો સ્વસ્થ્ય થયા છે અને આ વધારા સાથે, રાજધાનીમાં કોરોનાને હરાવવાનારાઓની સંખ્યા અત્યાર સુધીમાં 6540 પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં કોરોનાના કુલ 6617 સક્રિય કેસ છે. આ દર્દીઓમાંથી 184 દર્દીઓ આઈસીયુમાં છે જ્યારે 26 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રાજધાની દિલ્હીમાં પણ સેમ્પલ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દિલ્હીમાં 4826 સેમમ્પલના ટેસ્ટ થયા છે અને આ સાથે, અત્યાર સુધીમાં 1,69,873 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન મુજબ, કોરોના સંબંધિત કેસો માટે ગોઠવાયેલા કંટ્રોલ રૂમમાંથી છેલ્લા 24 કલાકમાં 234 કોલ્સ મળ્યા હતા, જ્યારે 1088 અન્ય 10 હેલ્પલાઈન નંબર પર કોલ આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details