ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UPમાં યોગી આદિત્યનાથની ટીમ દ્વારા કોરોનાને હરાવવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ - cm yogi nath

ઉત્તર પ્રદેશમાં વધતી કોરોનાની સંખ્યાને પગલે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ટીમ દ્વારા કોરોનાને હરાવવા યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે.

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ટીમ દ્વારા કોરોનાને હરાવવા યુદ્ધના ધોરણે
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ટીમ દ્વારા કોરોનાને હરાવવા યુદ્ધના ધોરણે

By

Published : Jun 3, 2020, 8:55 PM IST

લખનઉ: સમગ્ર દેશની જેમ ઉત્તર પ્રદેશ પણ કોરોના સામે જંગ લડી રહ્યું છે. ત્યારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ટીમ કોરોનાને હરાવવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

રાજ્યની કોવિડ હોસ્પિટલમાં 1 લાખથી વધારે બેડ તૈયાર કરાયા છે. અન્ય રાજ્યોથી લગભગ 30 લાખ કામદારો યુપીમાં પરત આવ્યા છે. ત્યારે બહારથી આવેલા લોકોની મહિનાના અંત સુધીમાં તપાસ વધારવાની સરકારનું લક્ષ્ય છે. બુધવારે CM યોગીએ ટીમ -11 સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને કોરોના અંગેની સમીક્ષા કરી હતી.

ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યપ્રધાનને જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં મેડિકલ સ્ક્રીનીંગ અને તપાસ યુદ્ધના સ્તરે કરવામાં આવી રહી છે. યુપીમાં અત્યાર સુધીમાં 4,85,700થી વધુ લોકોની તબીબી તપાસ કરવામાં આવી છે.

મેડિકલ ટીમો તપાસ માટે 78 લાખ 86 હજાર 400 ઘરો સુધી પહોંચી ગઈ છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સૂચનાથી આરોગ્ય વિભાગની 1 લાખ મેડિકલ ટીમો સ્ક્રીનીંગ કરી રહી છે. તબીબી ટીમોની મદદ માટે આશા બહુની એક ટીમ ગોઠવવામાં આવી છે.

યોગી સરકારે રાજ્યની પ્રત્યેક કોરોના શંકાસ્પદ વ્યક્તિની માહિતી, તપાસ અને દેખરેખ માટે દરેક ગ્રામ પંચાયતો અને દરેક વર્ડમાં મોનિટરિંગ સમિતિઓની રચના કરી છે.

મોનિટરિંગ સમિતિઓ સ્થાનિક વહીવટીને કોઈ પણ બહારથી આવેલા લોકો અથવા કોઈ સંક્રમિત વિશેની માહિતી આપે છે. આ મોનિટરિંગ સમિતિઓ તબીબી તપાસમાં પણ મદદ કરી રહી છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ટીમ-11ની બેઠકમાં કોરોના સંક્રમણ તપાસ અંગેની સમીક્ષા કરી હતી. હવે રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે 1 લાખ 1 હજાર 236 બેડ ઉપલબ્ધ છે. રાજ્યની 403 એલ-ગ્રેડ હોસ્પિટલોમાં 72 હજાર 934 બેડ ઉપલબ્ધ છે. એલ -2 ગ્રેડની 75 હોસ્પિટલોમાં 16 હજાર 212 બેડ છે. તેમ જ એલ -3 ગ્રેડની 25 હોસ્પિટલોમાં 12 હજાર 90 બેડ સ્થાપિત કરવામાં આવ્યા છે.

રાજ્યમાં માત્ર કોરોના વાઇરસ માટે 2 હજારથી વધુ વેન્ટિલેટર ગોઠવાયા છે. યુપીમાં અત્યાર સુધીમાં 30 લાખથી વધુ પ્રવાસી કામદારો આવ્યા છે.

યુપીમાં તપાસ વધારવામાં આવી છે. અત્યાર સુધીમાં 3 લાખ લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. દરરોજ લગભગ 10 હજાર લોકોની કોરોનાની તપાસ કરવામાં આવે છે. 15 જૂન સુધીમાં દરરોજ 15,000 કરવાની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. સરકારનું લક્ષ્ય છે કે, 30 જૂન સુધીમાં દરરોજ 20 હજાર લોકોની તપાસ કરવામાં આવે.

ક્વોરેન્ટાઈન કેન્દ્રોમાં રહેલા વ્યક્તિઓને, ખોરાક અને રહેવાની સુવિધા આપવામાં આવી છે. તબીબી સ્ક્રિનિંગ માત્ર ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં જ કરવામાં આવી રહી છે. મેડિકલ સ્ક્રિનિંગમાં જેઓ સ્વસ્થ જણાયા છે. તેઓને રેશન પેકેટોની સાથે ક્વોરેન્ટાઈન માટે ઘરે મોકલવામાં આવ્યા છે. જેઓ અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓને કહ્યું કે, આ પડકારજનક સમયમાં કોઈ બેદરકારીના હોવી જોઈએ. આ યુદ્ધ સંપૂર્ણ સાવધાની સાથે લડવું પડશે. શરૂઆતની દિવસોમાં અમારી ટીમે કોરોના સામે જે રીતે કામ કરવાનું શરૂ કર્યું, તે હજી પણ આજ રીતે ચાલુ રાખવું જરૂરી છે. જેથી કોરોના સંપૂર્ણ રીતે દૂર થઈ શકે.

ABOUT THE AUTHOR

...view details