ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના સંકટના તણાવનો સામનો - extended quarantine

કોરોના વાઇરસ શબ્દ સાંભળ્યાને હવે અડધું વર્ષ વીતવા આવ્યું છે અને તે પછી આપણે જોયું કે, દુનિયા કેવી રીતે બદલાઇ ગઇ. મોઢે માસ્ક પહેરવાના અને બીજા મનુષ્યથી અંતર જાળવીને રહેવાનું તે હવે કાયમી રીતભાત બની ગઈ છે. વેક્સીન ન મળે ત્યાં સુધી ચેપનો ફેલાવો મર્યાદિત રાખવા માટે દો ગજની દૂરી જ એક માત્ર ઉપાય છે, પરંતુ એક બીજાથી દૂર રહેવાનો માણસનો સ્વભાવ નથી. આપણે હળવામળવાથી ટેવાયેલા છીએ, ત્યારે એકાંકી રહેવાની વાત તરત ફાવે તેવી નથી હોતી.

Coping with the stress of COVID-19 pandemic
Coping with the stress of COVID-19 pandemic

By

Published : Aug 23, 2020, 6:09 PM IST

ન્યૂઝ ડેસ્ક: સગાવહાલાને ત્યાં આવનજાવન નહિ અને મિત્રમંડળી સાથે પણ મળવાનું નહિ કે હરવાફરવા જવાનું નહિ, તે કોરોના સંકટમાં સૌથી તણાવ ઊભું કરનારી બાબત બની ગઈ છે. ઘરમાં કોરોના ના પ્રવેશ્યો તે પરિવાર પણ તણાવમાંથી મુક્ત રહી શકે તેમ નથી, કેમ કે તેમને ચિંતા એ હોય છે કે કેવી રીતે સાવધાની રાખવી અને કેવી રીતે કુટુંબના સભ્યોને ચેપથી બચાવીને રાખવા. બીજી બાજુ કામકાજ બંધ થઈ ગયું હોય તેના કારણે આર્થિક સંકડામણ આવી હોય ત્યારે તણાવ વધી જતો હોય છે.

કોરોના મહામારીની આ સ્થિતિ સૌ માટે બહુ વિકટ બની છે અને ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ક્વૉરેન્ટાઇન થવું પડ્યું હોય તે પરિવારે વધારે હાડમારી ભોગવવી પડે છે. ગરીબ અને વંચિત પરિવારો માટે સ્થિતિ ભારે કફોડી થઈ જાય છે. રોજમદારોની આવક બંધ થઈ ગઈ અને બિનસંગઠિત ક્ષેત્રમાં અનેકની રોજગારી જતી રહી. અને આરોગ્ય ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીઓને પણ ના ભૂલવા જોઈએ, કેમ કે તેમણે જોખમ વચ્ચે કામ કરવાનું હોય છે.

આવા સંજોગોમાં કોવીડ-19ના રોગચાળાનો સામનો કરવાની બાબતમાં જાહેર માનસિક સ્વાસ્થ્યનો પણ વિચાર કરવો જરૂરી બન્યો છે. કોવીડ-19 બીમારીમાં સાવધાની માટે સરકાર પ્રચાર કરે છે, પણ તેમાં માનસિક તણાવમાંથી મુક્તિ માટેનો સંદેશ પણ જોડવો જરૂરી છે. જાહેર આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓએ દો ગજની દૂરી સાથે, શારીરિક રીતે અંતર જાળવવાની વાતના આગ્રહ સાથે એક બીજા સાથેના લાગણીના સંબંધોની અગત્યને ખાસ દર્શાવવી જોઈએ.

કોરોના સંકટને કારણે ઊભા થયેલા માનસિક દબાણમાં હળવા થવા માટે કેટલાંક પગલાં લઈ શકાય છે.

સંપર્ક અને સંબંધો જાળવી રાખો

એકાંતમાં રહેવાનું થાય અને સૌથી અંતર જાળવીને રહેવાનું થાય ત્યારે કંટાળાની અને હતાશાની લાગણી થાય. પરંતુ સગાઓ અને મિત્રો સાથે સંપર્ક માટેના માધ્યમો છે. ફોનથી સંપર્કમાં રહીને જોડાયેલા રહી શકાય છે. સારા દિવસોને યાદ કરીને અને જરૂર પડ્યે સૌ હાજર જ છે એવી લાગણી અપાવવી જોઈએ. બીજું કે ઇન્ટરનેટ પર વધારે પડતો સમય વીતાવવો કે સાવ એકાંતમાં રહેવાનું ટાળવું જોઈએ.

નિયમિત ક્રમ જાળવી રાખો

અગાઉની જેવું જ રોજિંદુ જીવન જાળવી રાખવા કોશિશ કરવી જોઈએ. થોડી શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ કરતા રહો. નિયમિત ભોજન અને ઉંઘ પણ લેતા રહેવાનું. તેનો સમય યથાવત રાખો. રોજ થોડી કસરત કરો, તમારી શોખની કોઈ વાત પડતી મૂકી હોય તેને ફરી જીવંત કરો અને તમારી ગમતી પ્રવૃત્તિ કરો. વચ્ચે થોડો થોડો વિરામ પણ લેતા જાવ.

તણાવની બાબતોથી દૂર રહો

કોરોના વિશેના સમાચારો સતત જોયા ના કરો, કેમ કે તેનાથી સમસ્યા વધારે વિકરાળ લાગશે. તેની સામે અન્ય હકારાત્મક સમાચારો પણ જુઓ. લોકો સહેલાઇથી બીમારીમાંથી સાજા થઈ રહ્યા છે તે જાણો.

નકારાત્મક વિચારો અને લાગણીને ટાળો

તમારે ખોટા વિચારે તો નથી ચડી ગયાને? તમારા વિચારોની ઘટમાળ કેવી છે, જરૂરી છે, ઉપયોગી છે વગેરે વિચારી લો. તમારી સામેની સમસ્યાનો હલ માત્ર વિચારો કરવાથી ના આવવાનો હોય તો પછી તેને છોડો. તેવા વિચારોને બહુ મહત્ત્વના ના આપો અને થઈ જવા દો. નિર્લેપ ભાવે તેને જોશો તો નકારાત્મક ભાવ ઓછો થશે.

બાળકો અને કિશોરોની સાથે સંવાદ કરીને તેમને સાંભળો અને મુશ્કેલીનો સ્વીકાર કરો. તેમની શંકાઓ દૂર કરો અને હૈયાધારણ આપો. મોબાઇલ ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળો. ગેઝેટ્સનો ઉપયોગ પ્રમાણસર જ થાય તે જુઓ અને બીજી રોજિંદી પ્રવૃત્તિમાં તેમને લગાવો.

આયોજન કરો

રોગચાળા વખતે ચેપ લાગશે તેવી ચિંતા અસ્થાને નથી. પરંતુ ચિંતા કરવાના બદલે સમજવાની કોશિશ કરો કે તેના લક્ષણો શું હોય છે અને તાકિદે જરૂર પડી તો શું કરવાનું છે, કોનો સંપર્ક કરવાનો છે. નંબરો તરત મળે તેવી રીતે રાખો. જરૂર પડે કઈ હોસ્પિટલ નજીક છે અને સારવાર માટે શું કરવું પડશે તેનું આયોજન કરીને રાખો.

ચિંતાને ટાળો

ચિંતાને ટાળવા માટે માનસિકતા ઉપરાંત કેટલીક કસરતો કરી શકાય છે. જેમ કે નાભીથી શ્વાસ લો, આરામથી બેસો, તમારા ખબાને ઢીલા કરો, આંખો બંધ કરીને બેસો અને ધીમે ધીમે શ્વાસ લો. દરેક શ્વાસ સાથે પેટ ફૂલે તે જુઓ. અંદર શ્વાલ લઈને એક અને બે ગણો અને પછી ધીમેથી છોડો. છ સુધી ગણો અને મોંથી શ્વાસ થોડો. આ રીતે શ્વાસોચ્છવાસની કસરત 10 મિનીટ કરો.

ઉપર જણાવ્યા પ્રમાણે વ્યક્તિગત રીતે તણાવ હળવો કરવા ઉપરાંત સામુદાયિક ધોરણે પણ તણાવ ઓછો કરવા માટેના પ્રયત્નો જરૂરી છે. સામુદાયિક ધોરણે પ્રયાસો કરવા રહ્યા કે કેવી રીતે ચિંતા ઓછી થાય અને તૈયારીઓ કરી શકાય. તે માટે સંસ્થાઓ, દર્દીઓ, પરિવારના સભ્યો અને સંબંધિત સૌને તેમાં જોડવા જોઈએ. તે માટે નીચે પ્રમાણેના કેટલાક પ્રયાસો કરી શકાય:

પ્રાથમિક આરોગ્યની સુવિધા સાથે માનસિક આરોગ્યની સારવારને જોડી શકાય. ચેપ આવ્યો હોય તે પરિવારોને સધિયારો આપવા માટેની વ્યવસ્થા ગોઠવી શકાય. રોજગારી ગુમાવી હોય તેમને, આરોગ્ય ક્ષેત્ર તથા જરૂરી સેવાઓ આપતા લોકો, વૃદ્ધો, અશક્તોને સહાયરૂપ થવા માટેનું આયોજન થવું જોઈએ.

લોકો વચ્ચે કામ કરતી સંસ્થાઓ અને મંડળોને આવી પ્રવૃત્તિઓમાં જોડવા જોઈએ. ધીરજ, સહકારની ભાવના વધે તે માટેના સંદેશ માટે આવી સંસ્થાઓ ઉપયોગી થઈ શકે, જેથી લોકોને હૈયાધારણ મળે કે જરૂર પડ્યે ક્યાંથી મદદ મળી શકશે.

કોવીડ-19 રોગચાળામાં લાંબા ગાળા માટે તણાવ દૂર કરવાના પ્રયાસો કરવાની જરૂર છે ત્યારે તેમાં સામાજિક ન્યાય પણ જળવાઈ રહે અને સશક્તિકરણની પણ જરૂર પડશે. તેના માટે મજબૂત રાજકીય ઇચ્છા શક્તિ અને અમલની જરૂર પડશે.

ડૉ. શિલ્પા સદાનંદ, ડૉ. નંદ કિશોર કન્નુરી (લેખક હૈદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પલ્બિક હેલ્થ સાથે સંકળાયેલા છે. વિચારો લેખકોના અંગત છે.)

ABOUT THE AUTHOR

...view details