ગુજરાત

gujarat

ETV Bharat / bharat

J&K: કુલગામમાં આતંકીઓનો ગ્રેનેડથી હુમલો, એક પોલીસકર્મી શહીદ - Kulgam news

જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં ફ્રિસલ ક્ષેત્રમાં એક પોલીસ નાકા પાર્ટી પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો.

Etv bharat
jammu kashmir

By

Published : May 16, 2020, 9:41 PM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ફ્રિસલ ક્ષેત્રમાં એક પોલીસ નાકા પાર્ટી પર આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં એક પોલીસ અધિકારી શહિદ થયાં છે.

કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ દ્રારા ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસ અધિકારીને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમને સારવાર અર્થે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. શહીદ થયેલા પોલીસ અધિકારીની ઓળખાણ હેટ કોન્સ્ટેબલ મુહમ્મદ અમીન તરીકે કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details