ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શીખ રમખાણ કેસઃ દોષી નરેશ સેહરાવતની 3 માસની સજા સ્થગિત, કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કોર્ટનો આદેશ - Narwshsehrawat

દિલ્હી હાઈકોર્ટે 1984ના શીખ રમખાણોના કેસમાં દોષી ઠરેલા નરેશ સેહરાવતના કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ત્રણ મહિનાની સજા સ્થગિત કરવાની મંજૂરી આપી છે. જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંજીવ નરુલાની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો છે. કોર્ટે નરેશ સેહરાવતને 12 અઠવાડિયાની સજા સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

Naresh Sehrawat
શીખ રમખાણો કેસઃ

By

Published : Jun 1, 2020, 11:04 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે 1984ના શીખ રમખાણોના કેસમાં દોષી ઠરેલા નરેશ સેહરાવતના કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ત્રણ મહિનાની સજા સ્થગિત કરવાની મંજૂરી આપી છે. જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંજીવ નરુલાની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો છે. કોર્ટે નરેશ સેહરાવતને 12 અઠવાડિયાની સજા સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

26 મેના રોજ સુનાવણી દરમિયાન જેલ પ્રશાસને કોર્ટને જણાવ્યું હતું કે, નરેશ સેહરાવતને મેડિકલ ચેકઅપ માટે આઈએલબીએસ હોસ્પિટલમાં લઈ જવાયા હતાં, પરંતુ તેમનું ચેકઅપ થઈ શક્યું ન હતું. આઈએલબીએસ હોસ્પિટલે 27 મેના રોજ ચેકઅપ માટે એપોઇન્ટમેન્ટ નક્કી કરી હતી.

20 મેના રોજ કોર્ટે જેલ પ્રશાસનને દોષિતને આઈએલબીએસ હોસ્પિટલમાં લઈ જવા અને ત્રણ દિવસમાં તેમનું મેડિકલ ચેકઅપ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. અદાલતે દિલ્હી સરકાર અને એસઆઈટીને નોટિસ ફટકારીને સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો હતો.

સુનાવણી દરમિયાન નરેશ સેહરાવતને કહેવામાં આવ્યું હતું કે, કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન 11 માર્ચે થવાનું હતું, પરંતુ કોરોના વાઇરસને કારણે તેમનું ઓપરેશન મોકૂફ રાખવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, 20 નવેમ્બર, 2018ના રોજ, પટિયાલા હાઉસ કોર્ટે શીખ રમખાણોના કેસમાં યશપાલ સિંહને ફાંસીની સજા સંભળાવી હતી, જ્યારે બીજો દોષી નરેશ સેહરાવતને આજીવન કેદની સજા ફટકારી હતી. પટિયાલા હાઉસ કોર્ટે 1984માં દક્ષિણ દિલ્હીના મહિપાલપુરમાં બે લોકોની હત્યાના મામલામાં આ સજા સંભળાવી હતી.

ABOUT THE AUTHOR

...view details