ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામ મંદિર શિલાન્યાસના મુહૂર્ત પર વિવાદ, દિગ્વિજય સિંહે PM મોદી પર સાધ્યું નિશાન

રાજ્યસભા સાંસદ અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના શિલાન્યાસના કાર્યક્રમ પર સવાલો ઉઠાવ્યા છે. દિગ્વિજય સિંહે જણાવ્યું કે, આ એક એવો મહત્વનો શુભપ્રસંગ છે, જેનું આયોજન મુહૂર્ત વગર કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનું આયોજન વડાપ્રધાનની અનુકુળતાએ કરવામાં આવી રહ્યું છે. હિન્દુ ધર્મના રિવાજ અનુસાર ચાતુર્માસમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહ

By

Published : Aug 3, 2020, 6:45 PM IST

મધ્ય પ્રદેશઃ અયોધ્યામાં જેમ જેમ રામ મંદિરના શિલાન્યાસનો દિવસ નજીક આવી રહ્યો છે, તેમ તેમ રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. રામ મંદિરના ભૂમિ પૂજન બાબતે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન(1993-2003) અને હાલ રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહે રામ મંદિરના ભૂમિ પૂજન અંગે સવાલો ઉઠાવ્યા છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, રામ મંદિરના ભૂમિ પૂજન સાચા મુહૂર્ત પર થઈ રહ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુહૂર્ત નક્કી કર્યું છે. જે કારણે આ મુહૂર્ત પર રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. હિન્દુ ધર્મના રિત રિવાજોની ઉપેક્ષા કરી અશુભ મુહૂર્ત પર આ શુભ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

દિગ્વિજય સિંહે PM મોદી પર સાધ્યું નિશાન

દિગ્વિજય સિંહે જણાવ્યું કે, શંકરાચાર્ય સાથે તેમની વાત થઈ છે, દરેક શુભ કાર્ય માટે મુહૂર્ત જોવામાં આવે છે. હિન્દુ રિતિ રિવાજો મુજબ ચાતુર્માસમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. તેમ છતા રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવી રહ્યું છે. આટલી ઉતાવળ કેમ કરવામાં આવી રહી છે. ચાતર્માસનો સમય નીકળી જવા દેવો જોઈએ. જે બાદ વડાપ્રધાન મોદી પોતે રામ મંદિરનો શિલાન્યાન કરે તો વાંધો નથી.

રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે જણાવ્યું કે, ભારતમાં હજારો વર્ષોથી માન્યતા છે કે, ચાતુર્માસમાં કોઈ સંત મહાત્મા પોતાનું સ્થાન નથી છોડતા નથી. કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. ભગવાન રામના મંદિરનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો હતો. હવે જ્યારે આ વિવાદનો ચુકાદો આવી ગયો છે, પરંતુ દુઃખ તો એ વાતનું છે કે, વિશ્વ હિન્દુ પરિષદ અને BJPએ આ મુદ્દા પર જે રીતે રાજકારણ કર્યું છે, તે બીલકુલ અસ્વીકાર્ય છે.

દિગ્વિજય સિંહે મુહૂર્ત વિશે વાત કરતા કહ્યું કે, તેને સંયોગ અથવા બીજું કંઇક કહો, પરંતુ ઘણા પૂજારીઓ કોરોનાગ્રસ્ત બની ગયા છે. ઉત્તર પ્રદેશના એક પ્રધાનનું કોરોના ચેપને કારણે મૃત્યુ થયું છે. જ્યારે દેશના ગૃહ પ્રધાન સહિત ઘણા મુખ્ય પ્રધાને કોરોનાનો ચેપનો ભોગ બન્યા છે.

દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે, રામ મંદિર નિર્માણ માટે મુહૂર્ત વડાપ્રધાન મોદીની અનુકૂળતા અનુસાર કરવામાં આવ્યું છે. જ્યારે યોગ્ય સમય આવે ત્યારે તેની પૂજા કરી શકાય છે. છેવટે બધી પરંપરાઓને બાજુ પર રાખીને રામ મંદિરના ભૂમિ પૂજનમાં કેમ ઉતાવળ કરવામાં આવી રહી છે? તેની સામે તેમનો વિરોધ છે.

ABOUT THE AUTHOR

...view details