તો આ સુપર સ્ટારે નસરુદ્દીન શાહના ટ્વીટ પર તેણે કહ્યું હતું કે, પાકિસ્તાન નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવા માંગતું નથી. તેથી ભાજપનો વિરોધ કરનારા લોકો પાકિસ્તાન સાથે સૂરમાં સૂર મિલાવે છે.
ભાજપને મત ન આપવાની અપિલ કરનારા લોકોને પાકિસ્તાન મોકલો: નિરહુઆ
નવી દિલ્હી: ભોજપુરી સુપર સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆને ભાજપે ઉત્તરપ્રદેશના આઝમગઢથી ઉમેદવાર બનાવ્યા છે. અહીં આ સીટ પર સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે તેની ટક્કર થશે. સુપર સ્ટારે એક સભામાં કહ્યું હતું કે, જે લોકો ભાજપને મત નહીં આપવાની અપિલ કરી રહ્યા છે તે તમામને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. તેણે કહ્યું હતું કે, આવા લોકોને ભારતમાં રહેવાની કોઈ જરૂર નથી.
નિરહુઆ
હજુ થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયેલા આ નેતાએ ટ્વીટર પર એન્ટ્રી મારી છે જ્યાં તેમણે નામની આગળ ચોકીદાર લગાવી દીધું છે. તેણે અખિલેશને સલાહ આપતા કહ્યું હતું કે, તમે સૈફઈ સંભાળો હું આઝમગઢ સંભાળીશ.