ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંકજા મુંડેનું વિવાદીત નિવેદન, બોંબ સાથે રાહુલને બાંધીને મોકલી દેવા જોઈએ - controversial statement

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના પ્રધાન પંકજા મુંડેએ સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલો ઊભા કરતા નેતાઓ પર પ્રહારો કરતા તેમએ રાહુલ ગાંધી પર વિવાદીત ટિપ્પણી કરી દીધી છે. જેમાં તેમણે કહ્યું હતું કે, બોંબ સાથે રાહુલ ગાંધીને બાંધી બીજા દેશમાં મોકલી દેવા જોઈએ

design

By

Published : Apr 22, 2019, 5:58 PM IST

Updated : Apr 22, 2019, 6:33 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો પંકજા મુંડે એક ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા. તેમણે અહીં કહ્યું હતું કે, આપણા સૈનિકો પર હુમલો કર્યા બાદ આપણે સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. અમુક લોકો તેના પર સવાલો કરી રહ્યા છે અને પૂરાવા માંગી રહ્યા છે.

સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ ઊભા કરતા નેતાઓ પર પ્રહારો કરતા પંકજાએ કહ્યું હતું કે, હું તો એમ કહું છે કે, રાહુલ ગાંધીના શરીર પર બોંબ બાંધી તેમને અન્ય દેશમાં મોકલી દેવા જોઈએ, ત્યારે તેમને સમજ આવશે.

પંકજાએ આવુ નિવેદન રવિવારે 21 એપ્રિલે આપ્યું હતું.

Last Updated : Apr 22, 2019, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details