રાહુલે ટ્વીટ કરી કહ્યું કે, "આતંકી પ્રજ્ઞાએ આતંકી ગોડસેને દેશભક્ત કહ્યાં છે. આ ભારતીય સંસદ માટે ઇતિહાસનો સૌથી દુ:ખી દિવસ છે.”
આ પહેલા રાહુલે કહ્યું કે, ભાજપા સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે એ જ કહ્યું છે કે, જે ભાજપા અને RSSના દિલમાં છે અને તે કોઇનાથી છુપાયેલુ નથી. સંસદમાં શીયાળુ સત્રમાં જવા સમયે રાહુલે કહ્યું કે, તે એવી મહિલા (પ્રક્ષા ઠાકુર) વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી સમયને વેડફવા માંગતા નથી. રાહુલે કહ્યું કે તે તેની આત્મામાં છે, ક્યાંકને ક્યાંકથી તો બહાર આવશે જ. તે ગાંધીજીની ગમે તેટલી પુજા કરી લે, પરંતુ તેના આત્મા એ જ છે.