ગામના વડીલ રામનારાયણ પાંડેએ જણાવ્યુ હતું કે, પ્લાસ્ટિક અંગે લોકોને જાગૃત કરવા બાળકોએ પ્લેકાર્ડ ઉપર સુત્રો લખી એવી જગ્યાએ લગાવ્યા છે જ્યાં લોકો કચરો નાંખે છે. અથવા તો જ્યા કચરાના ઢગ્લા પડ્યા હોય. બાળકોનો આ પ્રયાસ રંગ લાવી રહ્યો છે. તેમના પ્રયત્નોની ગામમાં સકારાત્મક અસર પડી છે.
પર્યાવરણને બચાવવા આંગણવાડીના બાળકોનું યોગદાન મહત્વનું, વડીલોને ચીંધે છે રાહ....
બિહારઃ હાલના સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે સમાજમાં જાગૃતતા ફેલાવવાની તાતી જરૂરિયાયત છે. આવા સમયે બિહારના મોતિહારીમાં આવેલા મધુછપરા ગામની આંગણવાડીના ભૂલકાઓ મોટેરાઓને પણ શરમાવે તેવું કામ કરી રહ્યા છે. આ આંગણવાડીના બાળકો તેમના ગામના પુખ્તવયના લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે સમજાવે છે. બાળકોના આ કાર્યએ સમગ્ર દેશભરમાં ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
Single use plastic
આંગણવાડીના શિક્ષક વિદયંતી દેવીએ કહ્યુ હતુ કે, બાળકોને આ સમજ આગંણવાડીના શિક્ષકો આપે છે. અને કહે છે કે આ અંગે તેઓ તેમના માતા પિતા અને વડીલોને પણ સમજાવે.
રાજ્ય સરકારે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુક્યો હોવા છતાં લોકો તેનું ઉલ્લંઘન કરે છે. પરંતુ લોકો બાળકોની વાત ટાળી શકતા નથી જેથી તેમના આ પ્રયાસો સૃષ્ટિને વધુ સુંદર બનાવવા માટે મહત્વનો ભાગ ભજવશે.