ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં ભારે વરસાદને લીધે સ્થિતિ વણસી, જાણો કેવી છે અન્ય રાજ્યોની સ્થિતિ? - ભારત હવામાન વિભાગ

પૂર, ભૂસ્ખલન અને વરસાદથી દેશના ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. દિલ્હીમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાય જવાને કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ સાથે જ આસામ, કેરળ, બિહાર, મહારાષ્ટ્ર પછી દિલ્હીમાં પણ વરસાદને કારણે લોકો ચિંતામાં મુકાયા છે.

વરસાદ
વરસાદ

By

Published : Aug 13, 2020, 1:15 PM IST

હૈદરાબાદ: પૂર, ભૂસ્ખલન અને વરસાદથી દેશના ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. દિલ્હીમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાય જવાને કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ સાથે જ આસામ, કેરળ, બિહાર, મહારાષ્ટ્ર પછી દિલ્હીમાં પણ વરસાદને કારણે લોકો ચિંતામાં મુકાયા છે.

ભારત હવામાન વિભાગ (આઇએમડી)ના અનુસાર, દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, રોહતક, ગુરુગ્રામ અને માનેસરમાં સવારના 10 વાગ્યા સુધી હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ ચાલુ હતો.

રાજધાનીના ઘણા વિસ્તારોમાં ગત રાતથી અચાનક વરસાદ પડ્યો હતો, જેના કારણે બિન્દાપુર વિસ્તારમાં જબરદસ્ત પાણી ભરાયા હતા. પશ્ચિમ દિલ્હીના બિન્દાપુર વિસ્તારમાં વરસાદ બાદ રસ્તાઓ ખરાબ હાલતમાં હતા. વિસ્તારના રસ્તાઓ સંપૂર્ણ રીતે પાણીથી છલકાઇ ગયા હતા. આજે સવારે ઉત્તરાખંડના દહેરાદૂનમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ભારત હવામાન વિભાગે આજે ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે.

આ તરફ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓના પાણીના સ્તરમાં વધારો થયો છે, ભૂસ્ખલનથી બદરીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની અવર-જવર અટકી ગઈ છે. ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વાતિ એસ. ભદૌરીયાએ કહ્યું કે, 'ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓ બંધ કરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details