નવી દિલ્હી: સામાજિક કાર્યકર્તા-વકીલ પ્રશાંત ભૂષણના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અવમાનની કાર્યવાહીમાં થયેલી સજા પર સુનાવણી થઇ રહી છે. આ આગાઉ પ્રશાંત ભૂષણે સજાને લઇ સુનાવણી મુલતવી રાખવાની માગ કરી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે વિશ્વાસ રાખો જ્યાં સુધી તમે પુનઃર્વિચાર અરજી પર નિર્ણય કરવામાં નથી આવતો, ત્યાર સુધી સજાને લઇ કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે.
અવમાનના કેસ: પ્રશાંત ભૂષણને સજા અંગે સુપ્રીમમાં સુનાવણી શરૂ - સુપ્રીમ કોર્ટની અવમાનના
સુપ્રીમ કોર્ટની અવમાનના કેસમાં વકીલ પ્રશાંત ભૂષણને દોષી માનવામાં આવ્યાં છે. આ કેસમાં ભૂષણને આપવામાં આવેલી સજા વિશે સુનાવણી ચાલી રહી છે.

પ્રશાંત ભૂષણના વકીલ દુષ્યંત દવેએ આગ્રહ કર્યો કે, ન્યાયિક સમીક્ષાના અંતર્ગત સજાને સ્થગિત કરવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કાર્યકર્તા-એડવોકેટ પ્રશાંત ભૂષણને ન્યાયતંત્ર પ્રતિ કરેલે બે અપમાનજનક ટ્વીટ્સ બાદ કોર્ટની અવમાનના કરવા પર દોષી ઠેહરાવામાં આવ્યાં હતાં.
ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા, જજ બી.આર. ગવઇ અને જજ કૃષ્ણમુરારીની ખંડપીઠે પ્રશાંત ભૂષણને અવમાનનાનો દોષી ઠેહરાવતા કહ્યું હતું કે, સજા મામલે 20 ઓગસ્ટે સુનાવણી થશે. પ્રશાંત ભૂષણે એ બે ટ્વીટનો બચાવ કર્યો હતો. જેમાં કથિત રીતે કોર્ટની અવમાનના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, એ ટ્વીટ ન્યાયાધીશોની વિરુદ્ધ પોતાના વ્યક્તિગત સ્તર પર આચરણને લઇને હતાં.