ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કલમ 370 શું છે? બંધારણના વિશેષજ્ઞ સુભાષ કશ્યપ પાસેથી સમજીએ - અમિત શાહ

નવી દિલ્હીઃ ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 કલમ રદ કરી છે. આ કલમ અંગે ઘણી સમજ અને ગેરસમજ પ્રવર્તી રહી છે. આ કલમને આસાન ભાષામાં સમજવા માટે ETV Bharatની ટીમે બંધારણના અભ્યાસુ સુભાષ કશ્યપ સાથે વાત કરી હતી.

કલમ 370 શું છે? બંધારણના વિશેષજ્ઞ સુભાષ કશ્યપ પાસેથી સમજીએ

By

Published : Aug 5, 2019, 6:29 PM IST

બંધારણની દરેક કલમમાં થઈ શકે છે સુધારો

ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 કલમ રદ કરી છે. આ કલમ અંગે ઘણી સમજ અને ગેરસમજ પ્રવર્તી રહી છે. આ કલમને આસાન ભાષામાં સમજવા માટે ETV Bharatની ટીમે બંધારણના અભ્યાસુ સુભાષ કશ્યપ સાથે વાત કરી હતી.

રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની સાથે સંકલ્પ પત્ર રજુ કર્યુ હતું. આ સાથે અમિત શાહે જમ્મુ કાશ્મીરની પુર્નરચના માટે પણ સંકલ્પ રજૂ કર્યો હતો.

કલમ 370 શું છે? બંધારણના વિશેષજ્ઞ સુભાષ કશ્યપ પાસેથી સમજીએ

કલમ 35A પણ હટશે

હજુ પણ ઘણા નાગરીકો કલમ 370 અને 35Aની જટીલતાઓ સમજતા નથી. આ મામલે ETV Bharat એ સંવિધાનના નિષ્ણાંત સુભાષ કશ્યપ સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ હતું કે'એવી ગેરમાન્યતા છે કે, 370 કલમ અંતર્ગત કાશ્મીરને કોઈ વિશેષ દરજ્જો નથી અપાયો. સંવિધાનનાં ભાગ 21માં ત્રણ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. વ્યવહારિક, હંગામી અને સ્પેશિયલ. આ અંતર્ગત કેટલાક રાજ્યોને સ્પેશિયલ જોગવાઈ અપાઈ છે.

સંવિધાન વિશેષજ્ઞ સુભાષ કશ્યપ કહ્યુ હતું કે,'જમ્મુ કાશ્મીર આ સ્પેશિયલ પ્રોવિઝનમાં નથી આવતું. 370નું હેડિંગ જએ વાત દર્શાવે છે કે જમ્મુ કાશ્મીરને ટેમ્પરરી સ્ટેટસ અપાયુ છે. આ અંતર્ગત સરકાર દ્વારા કલમમાં ફેરફાર થઈ શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યુ હતું કે,370ની કલમને રદ કરાઈ નથી. 370નો મૂળ ભાગ '1' છે એ રહેશે. માત્ર 2 અને 3ને દુર કરાયો છે. તેમણે કહ્યુ હતું કે, સંવિધાનની દરેક કલમમાં સુધારો થઈ શકે છે.

આર્ટિકલ 35A મામલે સુભાષ કશ્યપે જણાવ્યુ હતું કે, 370ની સાથે હવે કલમ 35A સ્વાભાવિક રીતે જ હટી જશે. માત્ર રાષ્ટ્રપતિના ઓર્ડર અંગે માત્ર જમ્મુ કાશ્મીર સરકારને જાણકારી આપવાની રહેશે.

ABOUT THE AUTHOR

...view details