જબલુરઃ તાજેતરની સ્થિતિમાં સમગ્ર દેશ કોરોના સંક્રમણને રોકવામાં લાગ્યો છે અને આના સંક્રમણના કારણે સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. આ દરમિયાન જબલપુર શહેરના ઓમતી પોલીસ સ્ટેશનમાં સેવા આપનારા કોન્સ્ટેબલ આનંદ પાંડે પોતાની ડ્યુટી જોઈન્ટ કરવા માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પગપાળા ગયા છે.
આ કોરોના યોદ્ધા કોન્સ્ટેબલને સલામ, ડ્યુટી જોઈન્ટ કરવા ચાલ્યા 450 કિ.મી. - સમગ્ર દેશને લોકડાઉન
જબલપુર શહેરના ઓમતી પોલીસ સ્ટેશનમાં સેવા આપનારા કોન્સ્ટેબલ આનંદ પાંડેએ કાનપુરથી જબલપુર સુધી પગપાળા જઇ ડ્યુટી જોઈન્ટ કરી છે.
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના રહેવાસી આનંદ પાંડે 20 ફેબ્રુઆરીના રોજ પોતાની પત્નીની સારવાર અર્થે રજા પર ગયા હતા. રજા પૂર્ણ થાય તે પહેલાં દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો હતો, છતાં પણ આ કોન્સ્ટેબલે હાર ન માની અને 30 માર્ચના રોજ પગપાળા મુસાફરી કરવી શરૂ કરી દીધી હતી. આ કોન્સ્ટેબલે 450 કિ.મી. પગપાળા મુસાફરી કરી હતી.
આ કોન્સ્ટેબલ એક એપ્રિલની રાત્રિએ જબલુર પહોંચ્યા અને 2 એપ્રિલના રોજ ઓમતી પોલીસ સ્ટેશન પહોંચી પોતાની ડ્યુટી જોઈન્ટ કરી હતી. જેથી પોલીસ સ્ટેશનના તમામ લોકોએ કોન્સ્ટેબલના આ જુસ્સાની પ્રશંસા કરી તેનું સ્વાગત કર્યું હતું.