નવી દિલ્હી: ભરતનગર પોલીસ મથકના કોસ્ટેબલ અમિત, તેની પત્ની અને ત્રણ વર્ષના પુત્રને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો. કોસ્ટેબલ અમિતની 27 વર્ષીય પત્ની અને 3 વર્ષના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોન્સ્ટેબલ અમિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પત્ની અને પુત્રના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે શુક્રવાર મોડી સાંજે કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
દેશભરમાં કોરોના વાઈરસ ફાટી નીકળ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ કોરોના કેસની સંખ્યા ડર ફેલાવી રહ્યા છે. દિલ્હી પોલીસ કાર્યરત મોટી ઉંમરના કર્મચારીઓ ઝડપથી કોરોના વાઈરસના ભરડામાં આવી રહ્યા છે.
હાલમાં કોરોના વાઈરસમાં કાર્યરત દિલ્હી પોલીસ કર્મચારીઓને પણ હવે વધુ જાગૃત રહેવાની જરૂર છે. કારણ કે, દિલ્હી પોલીસ કર્મચારીઓ માટે ચેપથી દૂર રહેવું અને લોકોની વચ્ચે રહીને પોતાનું રક્ષણ કરવું એ એક મોટો પડકાર છે. તેમ છતાં જવાનો સારુ કામ કરી રહ્યા છે.