રાંચીના નયા સરાયમાં વિવાહિત એક મહિલાએ NIA રાયપુરના ઈમેલ પર એક પત્ર મોકલ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, તેમની સાસરીના કેટલાક સભ્યો સાઉદીમાં કામ કરે છે. જ્યાંથી તેમના માટે ફંડિંગ આવે છે.
PM મોદીની હત્યાના ષડયંત્રના પત્રથી ચકચાર, દિલ્હીથી NIA અને IBએ તપાસ કરી - Intelligence Bureau
રાંચી: વડાપ્રધાન મોદીની હત્યાના ષડયંત્ર રાંચીમાં રચના સબંધીત એક પત્રથી સનસની મચી ગઈ છે. પત્ર મળ્યા બાદ NIAના મુખ્યાલય દિલ્હી, IB સહિત અન્ય કેન્દ્રીય એજન્સીની ટીમ રાંચી પહોંચી હતી. એજન્સીઓએ તપાસમાં હત્યાની ષડયંત્રને લઇને કોઇ પુરાવા નથી મળ્યા. જે બાદ એજન્સીની ટીમ પાછી ફરી હતી. કેન્દ્રીય એજન્સીઓએ શંકાસ્પદોની જાણકારી રાજ્યની પોલીસની વિશેષ બ્રાન્ચને સોપી છે. વિશેષ બ્રાન્ચ શંકાસ્પદોની ગતિવિધિયોની મોનિટરિંગ કરશે.
મહિલાને સાસરીના લોકો પર દહેજ માગવાનો મામલો સામે આવ્યો હતો. મહિલાએ દિયરને PM મોદીની હત્યાનું ષડયંત્ર રચનાર કહેતો પત્ર મોકલ્યો હતો. રાજ્ય પોલીસના અધિકારીએ પ્રમાણે મહિલાના આપેલા પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. શંકસ્પદોની ગતિવિધિયોની મોનિટરિંગ પણ કરવામાં આવશે. પોલીસને હજુ સુધી કોઈ પુરાવો મળ્યો નથી.
ઓક્ટોબર 2013માં વડાપ્રધાન મોદીની પટનાના રાંચીમાં સભા દરમિયાન યુવકે વિસ્ફોટ કર્યો હતો. રાંચીના ઈન્ડિયન મુઝાહિદીનના સભ્ય ઈમ્તિયાઝ અંસારી સહિત પાંચ યુવકોને ઘટના સ્થળે પકડવામાં આવ્યા હતાં. વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા એક યુવકનું મોત થયું હતું. રાંચીના જ હૈદર ઉર્ફ બ્લેક બ્યૂટી, મુઝીબુલ્લાહ સહિત ઘણા શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.