નવી દિલ્હીઃ જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ કોંગ્રેસની પ્રથમ પ્રક્રિયા સામે આવી છે. પાર્ટી વિરોધી કામગીરી કરવા માટે તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે, જ્યોતિરાદિત્યને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સિંધિયાના રાજીનામા પર કોંગ્રેસની પ્રતિક્રિયા, કહ્યું- જ્યોતિરાદિત્યને પાર્ટીમાંથી કરવામાં આવ્યા સસ્પેન્ડ - અધીર રંજન ચૌધરી
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસની પ્રથમ પ્રક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાર્ટી વિરોધી કામગીરી કરવા બદલ તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, પાર્ટીને અંધારામાં રાખનારા સાથે આવું જ કરવું પડે. તેમનાથી પાર્ટીને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, લગભગ હવે મધ્ય પ્રદેશમાં અમારી સરકારે નહીં રહે.
ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. સિંધિયાએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું આપ્યું છે. તેમણે સોનિયા ગાંધીને કહ્યું કે, આ મારા માટે આગળ વધવાનો સમય છે. મારૂં માનવું છે કે, કોંગ્રેસમાં રહીને હું રાજ્ય અને દેશની સેવા કરી શકતો નથી. જેથી મારૂં માનવું છે કે, સૌથી સારૂં એ છે કે હું હવે એક નવી શરૂઆત સાથે આગળ વધું.