- ખેડૂતોના મુ્દ્દા પર કરાશે ચર્ચા
- નૈતૃત્વ પરિવર્તનની માંગનો આવી શકે અંતિમ નિર્ણય
- અર્નબની ચેટ લીકનો માંગવામાં આવશે જવાબ
નવી દિલ્હી: કોંગ્રેસ સરકારે પોતાની કાર્યકારી સમિતી (સીડબ્લ્યુસી)ની બેઠક 22 જાન્યુઆરીએ ગોઠવી છે. સૂત્રો મુજબ આ બેઠકમાં પાર્ટી ખેડૂતોના મુ્દ્દા, અર્નબ ગોસ્વામી ચેટ લીક અને કોવિડ-19 મહામારી પર ચર્ચા કરશે. આ બેઠકનું આયોજન વર્ચ્યુઅલી થશે. જેના અધ્યક્ષ સ્થાને સોનિયા ગાંધી રહેશે. પાર્ટીના સૂત્રો અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલી નૈતૃત્વ પરિવર્તનની માંગનો અંતિમ નિર્ણય આવી શકે છે. આ દરમિયાન અધ્યક્ષ પદની ચૂંટણી પ્રક્રિયા અને કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે.
સરકાર અને ખેડૂતો વચ્ચે 10મી વખતની વાતચીત પણ નિષ્ફળ
ગયા વર્ષની 26 નવેમ્બરથી હજારો ખેડૂતો રાષ્ટ્રીય રાજધાની ની સરહદો પર નવા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે, જેમાં ત્રણેય કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. બુધવારે સરકાર અને ખેડૂતો વચ્ચે 10મી વખતની વાતચીત પણ ફરી એક વાર નિષ્ફળ રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કાયદાઓ કૃષિ ક્ષેત્રનો વિનાશ કરશે