કોંગ્રેસ સિવાય NCPએ પણ કોર કમિટીની બેઠક બોલાવી છે. જેમાં સરકાર ગઠનને લઇ ચર્ચા થઇ શકે છે. ભાજપ દ્વારા સરકાર બનાવાના ઇન્કાર કરવા બાદ શિવસેનાને રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા રવિવારે રોજ રાત્રે બેઠક કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ વચ્ચે કોંગ્રેસની કારોબારી બેઠક પુર્ણ - કોંગ્રેસ પાર્ટી દ્વારા વર્કિંગ કમિટી
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં રાજકીય સંધર્ષ વચ્ચે કોંગ્રેસ પાર્ટી દ્વારા વર્કિંગ કમિટીની બેઠક બોલાવામાં આવી છે. સવારે 10 કલાકે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં મહારાષ્ટ્ર પર ચર્ચા કરવામાં આવી હતી.કોંગ્રેસ નેતા તથા મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રભારી મલ્લિકાર્જુન દ્વારા કારોબારી બેઠકમાં જણાવ્યું કે, બેઠકમાં મહારાષ્ટ્ર પર ચર્ચા કરવામાં આવી છે.આગળ ચર્ચા માટે મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવામાં આવ્યા છે. આ સાથે જ મલ્લિકાર્જુને તમામ ધારાસભ્યોના હસ્તાક્ષર પત્રને સોનિયા ગાંધીને સોપંવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ વચ્ચે કોંગ્રેસની કારોબારી બેઠક ફરી યોજવામાં આવી હતી.

trtrt
ભાજપ દ્વારા સરકાર બનાવવાથી ઇન્કાર બાદ શિવસેનાને રાજ્યપાલે નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
Last Updated : Nov 11, 2019, 6:56 PM IST