નોટબંઘીના 3 વર્ષ પૂર્ણ થયા બાદ કોંગી કાર્યકર્તાઓએ રોહિણીમાં કેન્ડલ માર્ચ કાઢીને ભાજપ પર બેરોજગારી અને ખોટા વાયદા આપવાનો આરોપ લગાવ્યો છે.
નોટબંધીના 3 વર્ષ: કોંગી કાર્યકર્તાઓએ યોજી કેન્ડલ માર્ચ - નોટબંધીની અસર
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીને 3 વર્ષ પૂર્ણ થયા છે. 3 વર્ષ બાદ પણ કોંગ્રેસ આ નિર્ણય અંગે રાજકારણ કરવાની કોઈ તક છોડી રહ્યું નથી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે નોટબંધી ખોટો નિર્ણય હતો.

કોંગ્રેસની કેન્ડલ માર્ચ
વડાપ્રધાન મોદી દ્વારા નોટબંધીના 3 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. કોંગ્રેસી કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે ભાજપે નોટબંધીનો જેવો નિર્ણય લીધો હતો. તેનાથી ઘણા લોકોને નુકસાન થયું છે. જેની ભરપાય આજ સુધી થઇ શકી નથી, સાથે જ એ નિર્ણયથી બેરોજગારીમાં પણ વધારો થયો છે.