નવી દિલ્હી: લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઈ ગયો છે, પરંતુ હજી પણ પરપ્રાંતીયો મજૂરોનું સ્થળાંતર બાકી છે. કોંગ્રેસ દ્વારા પરપ્રાંતીય મજૂરોને તેમના વતન જિલ્લામાં મોકલવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કોંગ્રેસના સ્થાનિક નેતાઓનું માનવામાં આવે તો ટૂંક સમયમાં અઢીસો બસો ગાઝિયાબાદના કૌશાંબી ડેપો અને સો બસો સાહિબાબાદ ડેપો પર પહોંચશે.
કોંગ્રેસના નેતાઓએ પરપ્રાંતીયો માટે નોઈડામાં બસોની વ્યવસ્થા કરી - નોઈડામાં પરપ્રાંતિયો માટે બસોની વ્યવસ્થા કરી
પરપ્રાંતીય મજૂરો માટે બસ મોકલવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. હવે નોઇડા કોંગ્રેસના કાર્યકરોએ સેક્ટર 94 મહામાયા ફ્લાયઓવર પર બસોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સ્થળ પર મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યાં છે.
કોંગ્રેસના નેતાઓએ પરપ્રાંતિયો માટે નોઈડામાં બસોની વ્યવસ્થા કરી
પ્રાપ્ત માહિતી અનુસાર, નોઈડા કોંગ્રેસના કાર્યકરોએ વધારાની બસોની વ્યવસ્થા કરી દીધી છે. નોઇડા કોંગ્રેસના કાર્યકરોએ સેક્ટર 94 મહામાયા ફ્લાયઓવર પર બસોની વ્યવસ્થા કરી દીધી છે. સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરી, પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પંકજ મલિક, પ્રદેશ મહામંત્રી વિરેન્દ્ર 'ગુડ્ડુ', નોઈડા જિલ્લા પ્રમુખ શાહાબુદ્દીન ત્યા હાજર જણાવાય છે.