નવી દિલ્હીઃ કોંગ્રેસે રવિવારે કહ્યું કે, જ્યાર સુધી પાર્ટી પ્રમુખની પસંદગી કરવા માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન નહીં કરવામાં આવે, ત્યાં સુધી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના પ્રમુખ રહેશે.
મીડિયા સાથેની ઓનલાઇન વાતચીતમાં કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આ સાચું છે કે સોનિયા ગાંધીનો કાર્યકાળ વચગાળાના અધ્યક્ષ પદ સંભાળ્યાના એક વર્ષ બાદ 10 ઓગસ્ટનાા રોજ પૂર્ણ થવાનો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આ પદ તે જ દિવસે આપમેળે ખાલી થઈ જશે.