ગુજરાત

gujarat

ETV Bharat / bharat

54 સાંસદ નહીં થાય ત્યાં સુધી વિપક્ષ માટે દાવો નહીં કરીએઃ કોંગ્રેસ - Randip sujarewala

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસે કહ્યું કે, તેઓ લોકસભામાં નેતા વિપક્ષપદ માટે દાવો નહીં કરે. સાથે જ તેમણે કહ્યું છે કે, તેમની પાસે સંખ્યા બળ નથી. કોંગ્રેસે કહ્યું કે આ સરકાર પર નિર્ભર કરે છે કે તેઓ એક દળને વિપક્ષનો દરજ્જો આપવા માંગે છે કે નહીં.

opposition

By

Published : Jun 1, 2019, 3:19 PM IST

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, વિરોધ પક્ષ માટે નેતાને 10 ટકા જેટલી શક્તિ હોવી જોઈએ. કારણ કે, અમારી પાસે સત્તાવાર રીતે 2 સાંસદો ઓછા છે માટે અમારી પાસે વિપક્ષનો નેતા હોઇ ન શકે.

સૂરજેવાલાએ કહ્યું કે, "જ્યાં સુધી અમારી સંખ્યા 54 સાંસદો સુધી ન પહોંચે ત્યાં સુધી અમે વિપક્ષ માટે દાવો નહીં કરીએ." ઉલ્લેખનીય છે કે, 23 મેના રોજ પુરી થયેલી લોકસભા ચૂંટણીમાં NDAને કુલ 353 સીટ પર જીત મળી છે. જેમાં 303 સીટ BJPની છે. આ સિવાય UPA ગઠબંધનને કુલ 92 સીટ મળી છે. જેમાં કોંગ્રેસને 52 સીટ પર જીત મળી છે.

ઉલ્લેખનીય છે કે, કારમી હાર બાદ યોજાયેલી CWCની બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામાનો પ્રસ્તાવ પણ મુક્યો હતો તે પાર્ટી દ્વારા નકારવામાં આવ્યો હતો. આજે થયેલી સંસદીય દળની બેઠકમાં સોનીયા ગાંધી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. આ પહેલા પણ તેઓ દળના નેતાની ભૂમિકા ભજવી રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details