ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસ પોતાના શાસનકાળમાં અત્યારે બનાવેલા નવા કૃષિ કાયદાના પક્ષમાં હતીઃ મુખ્તાર અબ્બાસ નકવી - વડાપ્રધાન

ખેડૂત આંદોલન અને રાજકીય પક્ષોના સમર્થનને લઈને કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, રાજકીય પક્ષો બેવડી ભૂમિકામાં જોવા મળે છે. કોંગ્રેસ પોતાના શાસનકાળમાં જ આ ફેરફારનું સમર્થન કરી રહી હતી. હવે મોદી સરકારે મોટા ફેરફાર કર્યા છે તો હવે કોંગ્રેસ જ તેનો વિરોધ કરે છે. કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરીને દેશને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહી છે. ખેડૂતોએ આવા ષડયંત્રથી સાવધાન રહેવું જોઈએ.

કોંગ્રેસ પોતાના શાસનકાળમાં અત્યારે બનાવેલા નવા કૃષિ કાયદાના પક્ષમાં હતીઃ મુખ્તાર અબ્બાસ નકવી
કોંગ્રેસ પોતાના શાસનકાળમાં અત્યારે બનાવેલા નવા કૃષિ કાયદાના પક્ષમાં હતીઃ મુખ્તાર અબ્બાસ નકવી

By

Published : Dec 9, 2020, 3:13 PM IST

  • ખેડૂતો અને વિપક્ષોના વિરોધ અંગે કેન્દ્રિય પ્રધાનની પ્રતિક્રિયા
  • કોંગ્રેસ અને વિપક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરે છેઃ મુખ્તાર અબ્બાસ નકવી
  • મોદી સરકાર ખેડૂતોના હિત માટે જ કામ કરે છેઃ મુખ્તાર અબ્બાસ નકવી

નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનને લઈને મોટા મોટા નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે કેન્દ્રિય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, અમારા માટે ખેડૂતોનું હિત જ સર્વોપરી છે અને ભય અને ભ્રમ ફેલાવનારા લોકો ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે. અમે તેમને સફળ થવા નહીં દઈએ. વડાપ્રધાન મોદીના શાસનમાં ખેડૂતોના હિત સંપૂર્ણ સુરક્ષિત હતું, છે અને રહેશે. ભારત બંધના એલાનને લઈને પણ નકવીએ વિપક્ષોને ઝાટકી નાખ્યા હતા. ભારત બંધમાં રાજકીય પક્ષોનું બેવડું વલણ દેખાઈ આવ્યું છે. કોંગ્રેસ પોતાના શાસનકાળમાં આ જ કાયદાના પક્ષમાં હતી. અત્યારે મોદી સરકાર આ નવો કાયદો લાવી તો હવે કોંગ્રેસને આમાં વાંધો દેખાય છે અને વિરોધ કરે છે.

મુખ્તાર અબ્બાસ નકવી સાથે ઇટીવી ભારતની વાતચીચ

'વિપક્ષોના ષડયંત્રથી ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ'

કેન્દ્રિય પ્રધાને વધુમાં કહ્યું કે, અમારા માટે ખેડૂતોનું હિત જ સર્વોપરી છે. ભય અને ભ્રમ ફેલાવનારાઓ ખેડૂતોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે, પરંતુ અમે તેમને સફળ નહીં થવા દઈએ. વિપક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી દેશને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. વિપક્ષો હંંમેશા આવા જ ષડયંત્રો કરે છે. ખેડૂતોએ વિપક્ષોના આ ષડયંત્રથી બચવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details