તેના પર લોકસભા સ્પીકર ઓમપ્રકાશ બિરલાએ કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞાનું નિવેદન રેકોર્ડ પરથી દૂર કરી દીધુ છે. સ્પીકરે કહ્યું કે સંસદના રેકોર્ડમાં નિવેદન નથી, તેના પર ચર્ચા થઈ શકે નહીં.
લોકસભામાં ગોડસે પર ધમાલ, કોંગ્રેસે કર્યુ વોક આઉટ
નવી દિલ્હી: ભાજપા સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નિવેદન આપતા કહ્યું કે, અધીર રંજન ચૌધરીએ લોકસભામાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીની હત્યા કરનારાને દેશભક્ત દર્શાવવામાં આવે છે. તેના પર સંસદ શું ચુપ રહેશે, તેઓએ કહ્યું કે સરકારને તેના પર જવાબ આપવો પડશે.
લોકસભા
વિપક્ષના હંગામા પર કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, નથુરામ ગોડસેને દેશભક્ત કહેવો તો દુરની વાત છે, તેવો વિચાર પણ કોઇ રાખે તો તેને અમારો પક્ષ વખોડે છે.
લોકસભામાં AIMIMના સાંસદ અસુદ્દદીન ઓવૈસીએ સાધ્વીના નિવેદન પર ટિપ્પણી કરી હતી. તેઓએ કહ્યું કે, આ પ્રથમ વખત નથી કે સાધ્વીએ આવુ કહ્યું હોય. વધુમાં જણાવ્યું કે, સાધ્વી ગાંધીની દુશ્મન છે અને તેના હત્યારાઓની સમર્થક છે. તેઓએ જણાવ્યું કે સ્પીકરને વિશેષાધિકારને નોટિસ પાઠવવામાં આવી છે.
Last Updated : Nov 28, 2019, 4:21 PM IST