અહેમદ પટેલનો પાર્થિવ દેહ વડોદરા પહોંચ્યો
કોંગ્રેસના દિગ્ગજ નેતા વડોદરા એરપોર્ટ પર રહ્યા ઉપસ્થિત
કોંગ્રેસના નેતાઓની ભાવભરી શ્રદ્ધાંજલિ
17:26 November 25
અહેમદ પટેલનો પાર્થિવ દેહ વડોદરા પહોંચ્યો
અહેમદ પટેલનો પાર્થિવ દેહ વડોદરા પહોંચ્યો
કોંગ્રેસના દિગ્ગજ નેતા વડોદરા એરપોર્ટ પર રહ્યા ઉપસ્થિત
કોંગ્રેસના નેતાઓની ભાવભરી શ્રદ્ધાંજલિ
16:49 November 25
રણદીપ સિંહ સુરજેવાલાએ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી
16:48 November 25
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી પરત ફર્યા
14:20 November 25
વતન પીરામણમાં માતાપિતાની કબરની બાજુમાં આવતી કાલે અહેમદ પટેલની દફનવિધિ કરાશે
12:05 November 25
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસ પાર્ટીનો ધ્વજ 3 દિવસ સુધી અડધી દાંડીએ નમેલો રહેશે
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસ પાર્ટીનો ધ્વજ 3 દિવસ સુધી અડધી દાંડીએ નમેલો રહેશે. કોંગ્રેસ કાર્યાલય દ્વારા જાહેરાત કરવામાં આવી.
11:59 November 25
પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે દુઃખ વ્યક્ત કર્યું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધન પર પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, અહેમદજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. તે કોંગ્રેસ પાર્ટીના વિશ્વસનીય નેતા રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીને તેમની ખોટ હંમેશા રહેશે.
10:58 November 25
દિગ્ગજ નેતા અહેમદ પટેલની દફનવિધિ માટે ખોદકામ શરૂ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની દફનવિધિ તેમના નિવાસ સ્થાન પિરામણમાં કરવામાં આવશે. જે માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પિરામણ સ્મશાનમાં કબર માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે.
10:40 November 25
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કર્યું દુઃખ
અહેમદ પટેલના નિધન પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનના સમાચાર દુઃખદ છે. તેઓ એક સામાજિક અને રાજકીય જીવનમાં તેમનું ખૂબ જ યોગદાન રહ્યું છે. તેમની ખોટ હંમેશા રહેશે.
10:24 November 25
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વ્યક્ત કર્યું દુઃખ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને આપણા યુવાઓના માર્ગદર્શક અહેમદ પટેલનું નિધન થયું છે, ત્યારે ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે. અહેમદ ભાઇએ મને સામાજિક, રાજકીય અને વૈચારિક રુપે મજબુત બનાવવાનું કામ કર્યું છે.
09:59 November 25
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. સી વેણુગોપાલે વ્યક્ત કર્યું દુઃખ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. સી વેણુગોપાલે અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે,- અહેમદ પટેલનું નિધન કોંગ્રેસ પાર્ટી માટે અત્યંત દુઃખદ છે. મારી પાસે શબ્દો નથી. તેઓ એક સમર્પિત અને નમ્ર વ્યક્તિ હતા. જે આપણા બધા માટે મોટી તાકાત, માર્ગદર્શન અને પ્રેરણાસ્ત્રોત છે.
09:47 November 25
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ વ્યક્ત કર્યું દુઃખ
અહેમદ પટેલના નિધન પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ સમાચારથી સ્તબ્ધ છું. હું તેમના પરિવાર અને સમર્થકો પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું.
09:45 November 25
અહેમદ પટેલના નિધન પર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાની પ્રતિક્રિયા
કોંગી નેતા અહેમદ પટેલના નિધન પર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ પ્રતિક્રિયા આપી છે.
09:42 November 25
અહેમદ પટેલના નિધન પર મલ્લિકાર્જુન ખરગેએ દુઃખ વ્યક્ત કર્યું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખરેગેએ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, અહેમદ પટેલનું નિધન દુઃખદ છે. મેં અહેમદ પટેલ સાથે વર્ષ 1976 થી કામ કર્યું છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના મજબુત આધાર સ્તંભ હતા. આ ઉપરાંત તેમના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી.
09:23 November 25
પિરામણમાં અહેમદ પટેલની દફનવિધિની તૈયારીઓ શરૂ
અહેમદ પટેલની દફનવિધિ તેમના ગામ પિરામણના કબ્રસ્તાનમાં કરવામાં આવશે. જે માટેની કબ્રસ્તાનમાં તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અહેમદ પટેલની ઇચ્છા પ્રમાણે તેમને તેમના માતા હવાબહેન અને પિતા મહંમદભાઈની કબર નજીક તેમને દફન કરવામાં આવશે.
09:19 November 25
વિદેશ પ્રધાન એસ. જયશંકરે વ્યક્ત કર્યું દુઃખ
વિદેશ પ્રધાન એસ. જયશંકરે કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, અહેમદ પટેલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તે આપણા સમયના એક નોંધપાત્ર રાજકીય વ્યક્તિ હતા.
09:15 November 25
રાજ્યસભાના સભ્ય પિ. ચિદ્મબરમે અર્પી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધન પર રાજ્યસભાના સભ્ય પિ.ચિદ્મબરમે શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમણે કહ્યું કે, મારા મિત્ર અહેમદ પટેલના નિધનથી ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું.
09:13 November 25
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શોક વ્યક્ત કર્યો
દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન પર કેન્દ્રીય પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, - કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. અહેમદ પટેલનું કોંગ્રેસ પાર્ટી અને સાર્વજનિક જીવનમાં મોટું યોગદાન રહ્યું છે. હું દુઃખના આ સમયમાં તેમના પરિજનો અને સમર્થકો પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન આ દિવંગત આત્માને શાંતિ અર્પે.
09:07 November 25
કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે વ્યક્ત કર્યું દુઃખ
કોંગી નેતા કપિલ સિબ્બલે દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, કોંગ્રેસે એક મહાન વ્યક્તિત્વને ગુમાવ્યા છે. તમે આટલા જલ્દી છોડીને જશો તે વિચાર્યું પણ ન હતું. કોંગ્રેસ પાર્ટીને મજબુત બનાવવામાં તમારા યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. તમારી આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના...
09:02 November 25
NCP નેતા શંકરસિંહ વાઘેલાએ અર્પી શ્રદ્ધાંજલિ
વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કરીને લખ્યું કે, અહેમદ પટેલના અચાનક અવસાનથી ખૂબ જ દુઃખ થયું છે. તે બુદ્ધિ અને ખંત સાથે અગ્રસેર હતા. તેની ગેરહાજરી ગહન લાગશે. તેમના પરિવાર, મિત્રો અને પાર્ટીના કાર્યકર્તાઓ પ્રત્યે સંવેદના. તેમની આત્માને પ્રભુ શાંતિ અર્પે.
09:01 November 25
CM વિજય રૂપાણીએ વ્યક્ત કર્યું દુઃખ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબુત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
08:55 November 25
ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ વરિષ્ઠ કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, 'ભગવાન દિવંગત આત્માને શાંતિ તેમજ પરિજનોને ધૈર્ય પ્રદાન કરે.'
08:53 November 25
રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અહેમદ પટેલના નિધન પર કહ્યું કે, આ સાંભળીને દુઃખ થયું છે કે, અહેમદ પટેલ હવે રહ્યા નથી.
08:28 November 25
ગુલામ નબી આઝાદે વ્યક્ત કર્યું દુઃખ
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદે અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે,- અહેમદ ભાઇના નિધનથી સ્તબ્ધ અને દુઃખી છું. શોક વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. તમને હંમેશા યાદ કરવામાં આવશે. તમારી આત્માને શાંતિ મળે મારા ભાઇ.
08:27 November 25
અશોક ગેહલોતે વ્યક્ત કર્યું દુઃખ
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે અહેમદ પટેલના નિધન પર કહ્યું કે, તે સ્તબ્ધ છે. ગેહલોતે કહ્યું કે, તેમના નિધનથી કોંગ્રેસ પાર્ટી અને મારા જેવા કાર્યકર્તાઓને ક્ષતિ પહોંચી છે. પાર્ટી પ્રતિ તેમનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે.
08:26 November 25
સ્મૃતિ ઇરાનીએ શોક વ્યક્ત કર્યું
કેનદ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, - હું દુઃખી છું. હું દુઃખના આ સમયમાં તેમના પરિવાર અને પ્રશંસકો પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. તમારી આત્માને શાંતિ મળે.
08:20 November 25
અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શોક વ્યક્ત કર્યો
સોનિયા ગાંધીએ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, અહેમદ પટેલના રુપે મેં મારા સાથીને ગુમાવ્યા છે. જેમણે તેનું સમગ્ર જીવન કોંગ્રેસને સમર્પિત કર્યું હતું.
08:13 November 25
અહેમદ પટેલની દફનવિધિ તેમના ગામ પીરામણના કબ્રસ્તાનમાં કરાશે
રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે ત્યારે તેમની દફન વિધિ તેમના ગામ પીરામણના કબ્રસ્તાનમાં કરાઈ એ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કબ્રસ્તાનમાં કબરની કામગીરી શરૂ કરવામાં આવી છે. અહેમદ પટેલની ઇરછા પ્રમાણે તેમને તેમના માતા હવાબહેન અને પિતા મહંમદભાઈની કબર નજીક તેમને દફન કરવામાં આવશે.
07:09 November 25
કોંગી નેતા પ્રિયંકા ગાંધીએ પણ અહેમદ પટેલને અર્પી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસના મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરીને અહેમદ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમણે લખ્યું કે, અહેમદજી એકમાત્ર સમજદાર અને અનુભવી સાથીદાર હતા, જેમની પાસેથી હું સતત સલાહ લેતી હતી. તે એક મિત્ર પણ હતા જે આપણા બધાની સાથે અડગ ઉભા રહ્યા. તેમનું નિધન અત્યંત દુઃખદ છે.
07:06 November 25
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન પર ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું કે, અમે તેમને હંમેશા યાદ કરીશું. તે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. આ ઉપરાંત તેમના દિકરા ફૈઝલ, મુમતાઝ અને પરિવાર પ્રતિ સંવેદના પણ વ્યક્ત કરી છે.
06:46 November 25
3 વખત રહ્યા લોકસભા સભ્ય
વધુમાં જણાવીએ તો 71 વર્ષીય અહેમદ પટેલ ત્રણ વખત લોકસભાના સભ્ય રહ્યા છે અને 5 વખત રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. પહેલીવાર 1977 માં 26 વર્ષની ઉંમરમાં ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને અહેમદ પટેલ સંસદ પહોંચ્યા હતા. હંમેશા પરદાની પાછળ રહી રાજનીતિ કરનારા અહેમદ પટેલ કોંગ્રેસ પરિવારના વિશ્વસનીય નેતાઓમાંના એક માનવામાં આવતા હતા. તે 1993 થી રાજ્યસભા સાંસદ હતા.
06:46 November 25
અહેમદ પટેલના નિધન બાદ દિકરા ફૈઝલે લોકોને કરી અપીલ
ફૈઝલ પટેલે લોકોને અપીલ કરી છે કે, બધા લોકો કોરોના સાથે જોડાયેલા પ્રોટોકોલનું પાલન કરે અને ભીડવાળી જગ્યાએ જવાથી બચે. ગુજરાતથી રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યાક્ષ રહેલા અહેમદ પટેલને 15 નવેમ્બરે મેદાંતા હોસ્પિટલના આઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલી ઓક્ટોબરે અહેમદ પટેલે એક ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા છે તે માહિતી આપી હતી, ત્યારે દિગ્ગજ નેતા અહેમદ પટેલે કહ્યું હતું કે, હું કોરોના પોઝિટિવ છું, હું નિવેદન કરું છું કે, જે મારા સંપર્કમાં આવેલા છે તે પોતે આઇસોલેટ થાય.
06:38 November 25
અહેમદ પટેલના નિધનથી વડા પ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
અહેમદ પટેલના નિધન બાદ વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ લખ્યું કે, અહેમદ પટેલે પોતાનું જીવન સામાજિક સેવાઓમાં વિતાવ્યું છે. તેઓ બુધ્ધિશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના શક્તિશાળી વ્યક્તિત્વેને કોંગ્રેસ પાર્ટી હંમેશા યાદ કરશે. PM મોદીએ તેમના દિકરા ફૈઝલ સાથે ટેલિફોનિક વાત કરીને અહેમદ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી.
06:20 November 25
દિગ્ગજ કોંગી નેતા અહેમદ પટેલના નિધન પર કોંગ્રેસ પાર્ટીમાં શોકનો માહોલ, નેતાઓ અર્પી રહ્યા છે શ્રદ્ધાંજલિ
પાર્ટી નેતા અને એમપીના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે અહેમદ પટેલના નિધન પર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. દિગ્વિજય સિંહે કહ્યું તે, અહેમદ પટેલ હવે આપણી વચ્ચે રહ્યા નથી. એક અભિન્ન મિત્ર વિશ્વસનીય સાથી ચાલ્યો ગયો છે. અમે બંને સન 77 થી સાથે છે. તે લોકસભામાં પહોંચ્યા, હું વિધાનસભામાં... આપણે બધા કોંગ્રેસિયો માટે તે દરેક રાજકીય પ્રશ્નનો ઉકેલ હતા.
06:14 November 25
અહેમદ પટેલના નિધન પર અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી વ્યક્ત કર્યું દુઃખ
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, આ સામાચાર સાંભળીને હું ખુબ જ દુઃખી છું. આજે ભારતે પોતાના દિકરાને ગુમાવ્યો છે. અમે અમારા પ્રિય મિત્ર, દાર્શનિક અને પથ દર્શકને ગુમાવ્યા છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, અહેમદ પટેલ મારા માટે હંમેશાથી સાચી દિશા બતાવનારા રહેશે.
05:53 November 25
અહેમદ પટેલનું મલ્ટીપલ ઓર્ગન ફેઇલરને કારણે અવસાન
ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ મલ્ટીપલ ઓર્ગન ફેઇલરને કારણે અવસાન થયું હતું. આ અંગે તેમના પુત્ર ફૈસલે માહિતી આપી હતી.
ફૈસલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 71 વર્ષીય અહેમદ પટેલનું 25 નવેમ્બરના રોજ સવારે 3:30 કલાકે નિધન થયું હતું. એક મહિના પહેલા અહેમદ પટેલ કોરોના સંક્રમિત થયા હતા. જે બાદ મલ્ટીપલ ઓર્ગન ફેઇલરને કારણે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. 15 નવેમ્બરથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
05:38 November 25
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું મલ્ટીપલ ઓર્ગન ફેઇલરને
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું બુધવાર વહેલી સવારે મલ્ટીપલ ઓર્ગન ફેઇલરને કારણે નિધન થયું હતું.
TAGGED:
અહેમદ પટેલ