ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર ચૂંટણીઃ કોંગ્રેસ પોતાની 70 બેઠકોની માગ પર અડગ - બિહાર ચૂંટણી

બિહારમાં 243 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે આ વખતે 70 થી વધુ બેઠકોની માગ કરી હતી. આરજેડીએ પણ આશરે 150 બેઠકો પર લડવાનું મન બનાવી લીધું છે. આવી સ્થિતિમાં હવે આરજેડીએ કોંગ્રેસને ઝડપી જવાબ આપતા અંતિમ ફોર્મ્યુલા આપી છે.

congress
rahul

By

Published : Sep 30, 2020, 10:58 AM IST

પટનાઃ બિહારમાં વિપક્ષી દળોના મહાગઠબંધન બરાબર ચાલી રહ્યું નથી. મહાગઠબંધનને છોડીને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી મંગલવારે અલગ થઈ ગઈ છે, ત્યારે બાદ આરજેડીએ કોંગ્રેસને જીદ છોડવા અપીલ કરી છે. આરજેડીએ કહ્યું કે, હઠ રાખવામાં નુકસાન થઈ શકે છે.

મળતી માહિતી અનુસાર આરજેડી કોંગ્રેસને 58 વિધાનસભા સીટ અને વાલ્મીકીનગર લોકસભા ક્ષેત્ર દેવાની વાત કરી છે. પરંતુ કોંગ્રેસ 70 કરતાં વધારે સીટોની માગ પર અડગ છે.

બિહારના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવાયા

આ વચ્ચે કોંગ્રેસે જણાવ્યું કે, હાઈકમાને બિહાર પાર્ટી અને કોંગ્રેસ વિધાયક દળના નેતાને સીટો પર અંતિમ નિર્ણય લેવા માટે દિલ્હી બોલાવવામાં આવ્યાં છે. તો બીજી બાજુ બિહારની અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની સ્ક્રિનિંંગ કમિટીની પણ બુધવારે 3 કલાકે બેઠક યોજાશે.

શું છે સીટ ફોર્મ્યુલા?

સૂત્રો અનુસાર, આરજેડી 243 માંથી લગભગ 150 બેઠકો લડી શકે છે. કોંગ્રેસને આશરે 70 બેઠકો અને ડાબેરી પક્ષોને આશરે 20 બેઠકો મળશે.

ડાબેરીઓને સન્માનજનક બેઠકો મળવાની અપેક્ષા છે

તો બીજી બાજુ સીપીઆઈ, સીપીએમ અને સીપીઆઈ એમએલ કુલ 30 થી 40 બેઠકો પર ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માગે છે, પરંતુ હજી સુધી તેમને કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધન તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details