નવી દિલ્હીઃ ભારતમાં ટ્રમ્પના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોદી સરકાર પણ ટ્રમ્પના સ્વાગત માટે એડી ચોંટીનું જોર લગાવી રહી છે. એ જોઈને કોંગ્રેસે સરકાર પર કટાક્ષ કરતાં ટ્વીટ કર્યુ હતું. જેમાં તેમણે બેરોજગારી મુદ્દાને કેન્દ્રમાં રાખીને મોદી સરકારને સણસણતો તમાચો માર્યો હતો.
ટ્રમ્પના આગમનની તૈયારીઓ અંગે કોંગ્રેસે મોદી સરકાર પર કટાક્ષ કર્યા - ટ્રમ્પ ભારતની મુલાકાતે
કોંગ્રેસે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત આગમનને લઈ મોદી સરકારને આડે હાથ લીધી હતી. વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં કોંગ્રેસે ટ્વીટ કર્યુ હતું કે," લાઈનમાં ઉભા રહીને ટ્રમ્પના નામની બૂમો પાડવા બદલ મોદી સરકાર 69 લાખ લોકોને આપશે રોજગાર. ખરેખર સારા દિવસો આવ્યા લાગે છે..."
trump india visit
મોદી સરકાર ટ્રમ્પના સ્વાગતમાં પાણી જેમ ખર્ચ કરી છે. ત્યારે કોંગ્રેસે સરકારને અરીસો બતાવતા ટ્વીટ કર્યુ હતું કે, "અદ્રશ્ય સમિતિ રચાઈ છે . જે લાખો યુવાઓને નોકરી આપવા જઈ રહી છે. જે કામ મોદી સરકાર ન કરી શકી તે આ સમિતિએ કરી બતાવ્યું."
નોંધનીય છે કે, 24 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવવાના છે. ત્યારે ભારતમાં તેમના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે.
Last Updated : Feb 22, 2020, 8:41 PM IST