ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસે કહ્યું: મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા નેતાઓની જાસૂસી કરાવી રહી હતી?

નવી દિલ્હી: કોંગ્રેસે વૉટ્સએપ હેકિંગ મામલે મોદી સરકારને આડેહાથે લેતા સવાલ કર્યો કે, શું 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સરકાર નાગરિકો અને નેતાની જાસૂસી કરાવી રહી હતી.

congress

By

Published : Nov 3, 2019, 11:01 PM IST

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સવાલ કર્યો કે, સત્તામાં બેસેલા લોકોએ અપરાધિક ષડયંત્રના દોષી છે. શું સરકાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓની જાસૂસી કરવા માટે સ્પાઈવેરના ઉપયોગ કરવાની જાણકારી હતી.

સુરજેવાલાએ ભાજપને ભારતીય જાસૂસ પાર્ટી કહેતા સવાલ કર્યો કે, શું સરકારને મે 2019માં સ્પાઈવેરની જાણકારી હતી?

આ પણ વાંચો....જાસૂસી કાંડ: કોંગ્રેસનો આક્ષેપ, પ્રિયંકા ગાંધીનું વોટ્સએપ પણ હેક

સુરજેવાલાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્રને એપ્રિલ મે માં જ પેગાસસના વિશે જાણકારી હતી. કેન્દ્ર સરકારને સપ્ટેમ્બર 2019માં ફેસબુક અને વૉટ્સએપે આ વિશે જણાવી દીધું હતું. બંને વાર કેન્દ્ર સરકારે આ વિશે ચુપ રહી હતી.

કોંગ્રેસ પ્રવક્તાએ સવાલ કર્યો કે, સૂચના અને પ્રસારણ પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, વૉટ્સએપ અને ફેસબુકના CEO અને વાઈસ પ્રેસિડેન્ટ મળ્યા હતાં. તો તેમણે હેકિંગની ચર્ચા કેમ ન કરી.

આ પણ વાંચો....સપ્ટેમ્બરમાં સરકારને સ્પાઈવેર હુમલાની જાણકારી આપી હતી: વૉટ્સએપ

ઉલ્લેખનીય છે કે, વૉટ્સએપે સપ્ટેમ્બરમાં ભારત સરકારને જાણકારી આપી હતી. ઈઝરાયલી સ્પાઈવેર પેગાસસે 121 ભારતીય યુઝર્સના ડેટા હેક કર્યાં હતાં. IT મંત્રાલયે તર્ક આપ્યો કે, તેમની જાણકારી અપર્યાપ્ત અને અધુરી હતી.

સરકારે પેગાસસ સ્પાઈવેરની ઘટના પર સ્પષ્ટીકરણ માગ્યું હતું. ભારત સહિત દુનિયાના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓની કથિત રીતે જાસૂસી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details