કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ એ જ આરોપ લગાવ્યો છે, કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ભારતીય વાર્તા દળને દૂર કરીને રાફેલ ડીલને અંતિમ રુપ આપ્યું હતું.
રાફેલ ડીલમાં PM વિરુદ્ધ ભ્રષ્ટાચારના કાયદા હેઠળ કેસ થઈ શકે છે: કોંગ્રેસ - National News
નવી દિલ્હીઃ કોંગ્રેસે રાફેલ વિમાન ડીલ અંગે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી એકવાર પ્રહારો કર્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાને દસૉલ્ટ કંપનીને લાભ અપાવવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે, વિમાનોની વધુ કિંમત નક્કી કરી હતી. જેના માટે તેમની વિરુધ્ધ સીધી રીતે ભ્રષ્ટાચાર નિરોધક કાયદા હેઠળ કેસ બને છે.
ફાઇલ ફોટો
કોંગ્રેસના આ આરોપો પર હાલ સરકાર અને ભાજપ તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી, જો કે સરકાર રાફેલ મુદે કોંગ્રેસના અગાઉના આરોપોને રદ કરી ચુકી છે.