નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં હવે કોંગ્રેસ લાગી ગઈ છે. થોડા દિવસો પહેલા શક્તિસિંહ ગોહિલે વરિષ્ઠ નેતાઓને બધા જ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી હતી. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વર્ચુઅલ મીટિંગ બોલાવી છે.
બિહાર ચૂંટણીઃ આજે રાહુલ ગાંધીની કોંગ્રેસ નેતાઓ સાથે વર્ચુઅલ મીટિંગ - gujaratinews
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ બધી જ રાજનીતિક પાર્ટી તૈયારીઓમાં છે. આજે રાહુલ ગાંધીએ બિહાર કોંગ્રેસની વર્ચુઅલ મીટિંગ બોલાવી છે, પરંતુ પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાએ કહ્યું કે, આ બેઠકમાં લોકોની મુશ્કેલીએ પર ચર્ચા કરવા માટે બોલાવી છે.
આજે સવારે 10: 30 કલાકે રાહુલ ગાંઘી મીટિંગ શરુ થઈ છે. આ મીટિંગમાં બિહાર પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ધારાસભ્ય એક્ઝિક્યુટિવના સભ્યોની સાથે કાર્યકર્તા પણ જોડાશે. પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાએ આ સમગ્ર જાણકારી આપી હતી. બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ આ બેઠકને મહત્વ ગણવામાં આવી રહી છે. આ બેઠકમાં ચૂંટણીને તૈયારીઓને લઈ નથી, પરંતુ લોકોની મુશ્કેલીઓ પર ચર્ચા કરવા માટે બોલાવી છે.
મદન મોહન ઝાએ કહ્યું કે, રાજ્ય સરકાર કોરોના વાઈરસ સામે લડવામાં ફેલ થઈ છે. બિહારમાં ભારે પૂરથી લાખો લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. આ મુદ્દા પર કોંગ્રેસ ચર્ચા કરશે. રાહુલ ગાંધીએ રાજ્યના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બિહારના હાલચાલ પૂછશે.