ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મણીપુર સંકટઃ સરકાર બનાવવાની તૈયારીમાં કોંગ્રેસ, અજય માકનને બનાવ્યા સુપરવાઇઝર - કોંગ્રેસ

મણીપુરમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારી શરુ કરી છે. પાર્ટીએ વરિષ્ઠ નેતા અજય માકનને સુપરવાઇઝર બનાવ્યા છે. અજય માકન અને પાર્ટી પ્રભારી ગૌરવ ગોગોઇને સામંજસ્વ સ્થાપિત કરવાની જવાબદારી આપી છે.

Etv Bharat, Gujarati News, Manipur Government
Manipur Government

By

Published : Jun 19, 2020, 10:05 AM IST

નવી દિલ્હીઃ મણીપુરમાં નવ ધારાસભ્યો દ્વારા ભાજપ નીત સરકારથી સમર્થન પરત લીધા બાદ સિયાસી સંકટ ઉદ્ભવ્યું છે. ધારાસભ્યોના સમર્થન પરત લેવા અને રાજીનામા બાદ મુખ્ય પ્રધાન બીરેન સિંહની સરકાર લઘુમતીમાં આવી છે. આ વચ્ચે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં નવી સરકાર બનાવવાની તૈયારીમાં છે.

પાર્ટીના વરિષ્ઠ નેતા અજય માકનને સુપરવાઇઝર બનાવ્યા છે. તે મણીપુર કોંગ્રેસ પ્રભારી ગૌરવ ગોગોઇની સાથે આજે એક વિશેષ વિમાનથી ઇમ્ફાલ પહોંચશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, બંને નેતાઓએ રાજ્યમાં ઉપસ્થિત રાજનીતિક સ્થિતિ પર નજર બનાવી રાખવા અને સરકાર ગઠનની દિશામાં સમન્વય સ્થાપિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, ભાજપના ત્રણ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થયા છે અને વિધાનસભાની સભ્યતાથી રાજીનામા આપ્યા છે. જ્યારે નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ના ચાર ધારાસભ્ય, એક નિદર્લીય ધારાસભ્ય અને એક ટીએમસી ધારાસભ્યએ રાજ્ય સરકારનું સમર્થન પરત લીધું છે.

નવા રાજનીતિક ઘટનાક્રમ બાદ કોંગ્રેસના 29 ધારાસભ્ય અને ભાજપના 22 ધારાસભ્ય છે. અન્ય દળોના ધારાસભ્યો સહિત કુલ 52 ધારાસભ્ય મતદાન કરી શકે છે. કોંગ્રેસના સાત ધારાસભ્ય મત આપવા માટે પાત્ર નથી, કારણ કે,આ કેસમાં મણીપુર હાઇકોર્ટે તેના વિધાનસભામાં પ્રવેશ કરવા પર રોક લગાવી છે. આ બધા ધારાસભ્ય હાલમાં જ ભાજપમાં જોડાયા હતા.

જો કે, હાઇકોર્ટે ગુરૂવારે મણીપુર વિધાનસભાના અધ્યક્ષને નિર્દેશ આપ્યો હતો કે, શુક્રવાર સુધી કોંગ્રેસના સાત ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાને સંબંધિત બાકી કેસ પર કોઇ આદેશ આપવામાં આવે નહીં.

ABOUT THE AUTHOR

...view details