ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણા કોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરીની ધોળા દિવસે હત્યા, 10 ગોળીઓ ધરબી દીધી - faridabad

ફરીદાબાદ: હરિયાણામાં ગુરૂવારે સવારે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરી પર દિનદહાડે હત્યા કેટલાક રાઉંન્ડ ફાયરીંગ કરાયું હતું. સેક્ટર-9માં હુમલાખોરોએ વિકાસ ચૌધરીને 8 થી 10 ગોળીઓ મારી હતી. વિકાસને હાલમાં સર્વોદય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેનુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

કોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરીની દિનદહાડે હત્યા

By

Published : Jun 27, 2019, 12:33 PM IST

ઘટના સવારે 9.05 કલાકે જ્યારે વિકાસ દરરોજની જેમ સેક્ટર-9 ની હુડા માર્કેટમાં PHCમાં જિમ કરવા પહોંચ્યો હતો. જ્યાં વિકાસ પોતાની કારથી નીચે ઉતર્યો ત્યારે જ હુમલાખોરોએ ગોળીઓ મારવાની શરૂ કરી હતી. વિકાસ પર ઓછામાં ઓછી 8 થી 10 ગોળી ચલાવી હતી.

જણાવી દઇએ કે ગાડી વિકાસ પોતે જ ચલાવી રહ્યા હતાં. તેની સાથે કોઇ હતુ નહીં તેથી તેને ગળા અને છાતીના ભાગે ગોળી લાગી હતી. હુમલાખોર સફેદ રંગની 4 ગાડીમાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે.

હરિયાણા કોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરીની ધોળા દિવસે હત્યા

ઘાયલ વિકાસ ચૌધરીને નજીકની સર્વોદય હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં, જ્યાં તેને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં.

જેવી રીતે ફાયરીંગ કરી કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીને મોતને ધાટ ઉતાર્યા તે પરથી લાગી રહ્યું છે કે હત્યાનુું પહેલેથી જ ષડયંત્ર રચાયું હતું. એટલુ જ નહીં, તેના માટે પહેલેથી જ પ્લાન પણ કર્યો હતો, કારણ કે વિકાસ ચૌધરીના જિમ જવા પર અને પછી ગાડીથી ઉતરવા સમયે ફાયરીંગ કરવાનું નક્કી જ હતું.

ABOUT THE AUTHOR

...view details